Civil EngineeringHousingNEWS

અમદાવાદમાં Satyamev Groupનો Satyamev Luxor, 3 માળનું પોડિયમ પાર્કિંગ ધરાવતો પ્રથમ રેસિ. પ્રોજેક્ટ  

અમદાવાદમાં હાઈ રાઈઝ અને આઈકોનિક બિલ્ડિંગનો યુગ શરુ થઈ ગયો છે. હાલ શહેરના પશ્વિમ વિસ્તારના એસ.જી. હાઈવે પર અંદાજિત 4 જેટલી હાઈ રાઈઝ અને આઈકોનિક બિલ્ડિંગો નિર્માણાધીન છે. તેમ જ હજુ ઘણી રેસિડેન્શિયલ અને કોમર્શિયલ આઈકોનિક બિલ્ડિંગ નિર્માણ પામવા જઈ રહી છે. ત્યારે આઈકોનિક બિલ્ડિંગો નિર્માણની સાથે તેના પાર્કિંગની સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો તે પણ એક મોટો સવાલ છે. જે સંદર્ભે ઘણા નિષ્ણાંતોનું કહેવું છે કે, જો ડેવલપર્સ પોડિયમ પાર્કિંગ બનાવે તો ખરેખર પાર્કિંગ માટે આર્શિવાદરુપ સાબિત થઈ શકે છે.

હાલ અમદાવાદમાં સૌથી મોટી સમસ્યા કોઈ હોય તો, તે છે પાર્કિંગ સમસ્યા ! હાલ અમદાવાદ શહેરમાં શનિવાર અને રવિવારે તમે બજારમાં કે ફરવા જાઓ ત્યારે ખરેખર ટ્રાફિકનો એટલો બધો ત્રાસ હોય છે કે, પછી મનમાં થાય છે કે, ફરવા ના આવ્યા હોત તો સારુ. પરંતુ….આ કોઈ સોલ્યૂશન નથી. પાર્કિગ સમસ્યા તો અમદાવાદના રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને સરકારશ્રીની મહાનગર પાલિકાએ જ રસ્તો શોધવો જરુરી છે.

રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં પાર્કિંગ માટે ત્રણ બેઝમેન્ટ બનતા હોય છે, તેમાં ઘણીવાર તો કેટલાક વિસ્તારમાં તો બેઝમેન્ટમાં પાણી આવે છે. અને દરેક મેમ્બર્સને બેઝમેન્ટમાં પાર્કિંગ કરવું ગમતું નથી હોતું પરંતુ, પરિસ્થિતિને વસ થઈને બેઝમેન્ટમાં પાર્કિંગ કરવું પડે છે. ત્યારે આવી તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે અમદાવાદના જાણીતા સત્યમેવ ગ્રુપ, એસ.પી. રીંગ પરના બોપલ ફ્લાયઓવર બ્રિજ નજીક Satyamev Luxor નામનો 4 BHK પોડિયમ પાર્કિંગ ધરાવતું અલ્ટ્રા લક્ઝિયૂરીયસ લિવિંગ પ્રોજેક્ટ નિર્માણ કરીને પાર્કિંગની સમસ્યાઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે સમગ્ર અમદાવાદ શહેરમાં ત્રણ માળનો પાર્કિંગ પોડિયમ ધરાવતો સત્યમેવ ગ્રુપનો Satyamev Luxor નામનો 4 BHK રેસિડેન્શિયલ પ્રોજેક્ટ પ્રથમ છે. ત્યારે અહીં પોડિયમ પાર્કિંગ ધરાવતો પ્રોજેક્ટના વ્યૂં નિહાળીએ.

સત્યમેવ ગ્રુપના જણાવ્યાનુસાર, પ્રથમ ત્રણ માળમાં પોડિયમ પાર્કિંગ છે અને ચોથા માળથી  23 માળ સુધી રેસિડેન્શિયલ ફ્લેટ શરુ થશે. આ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બે બ્લોકમાં વિભાજિત છે અને ફ્લેટ ત્રણેય બાજુથી ઓપન એર સ્કાઈનું અનુભવ કરી શકે તેવી રીતે ડીઝાઈન કરવામાં આવી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close