આરોગ્ય અને કાયદા મંત્રી ઋષિકેશ પટેલે, કન્સ્ટ્રક્શન ક્ષેત્રની 19 હસ્તીઓનું “બિલ્ટ ઈન્ડિયાના ધ કોલોનડ એવોર્ડથી” સન્માનિત કર્યા

ગુજરાતનું રિયલ એસ્ટેટ અને કન્ટ્રક્શન સેક્ટરના બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને, ગુજરાતના આરોગ્ય અને કાયદા-ન્યાય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે, 19 કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ સેક્ટરની હસ્તીઓનું બિલ્ટ ઈન્ડિયાના ધ કોલોનડ એવોર્ડથી સન્માનિત કરાવ્યા હતા. જેમાં લેઝેન્ડરી, કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝમાં અલગ અલગ કેટગરીના એવોર્ડ અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં ફર્સ્ટ જનરેશન યુવા ઉદ્યોગ સાહસિકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, બિલ્ટ ઈન્ડિયા મેગેઝિન, દર વર્ષે કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઉમદા કામો કરનારાઓને સન્માનિત કરવા માટે એવોર્ડ અને કોન્ક્લેવનું આયોજન કરે છે. જે અંતર્ગત 2023માં એવોર્ડ અને કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદની પંચ તારક હોટલમાં આયોજિત એવોર્ડ અને કોન્ક્લેવમાં અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા શહેરોમાં કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી ઈન્ફ્રાસ્ટ્રક્ટર કંપનીઓ, સિવીલ એન્જીનીયર્સ, સ્ટ્રક્ચરલ એન્જીનીયર્સ, બિલ્ડર્સ, આર્કિટેક્ટ, કોન્ટ્રાક્ટર્સ, કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ કંપનીઓ, સપ્લાયર્સ અને રિયલ એસ્ટેટ બ્રોકર્સ સહિત બિઝનેસમેનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે, એવોર્ડ મેળવનારને અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે, વધુને વધુ રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન સેક્ટરને મજબૂત અને ઈનોવેટિવ બનાવો.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
One Comment