GovernmentNEWS

મુખ્યમંત્રીના સલાહકાર એસ.એસ. રાઠોર બન્યા GMBના ચેરમેન, ગુજરાત સરકારે કરી નિમણૂંક

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સલાહકાર એસ.એસ. રાઠોરને ગુજરાત મેરિટાઈમ બોર્ડના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જેથી. પદ્મશ્રી અને ગુજરાત સરકારના સિનિયર નિવૃત આઈએએસ અધિકારી એસ. એસ. રાઠોર ગુજરાતનાં બંદરો અને વહાણવટાનું સુકાન સંભાળશે.

ઉલ્લેખનીય છે કે, એસ. એસ. રાઠોરે ગુજરાત સરકારના ખૂબ જ મહત્વના વિભાગો જેવા કે, રોડ અને બિલ્ડિંગ વિભાગના સચિવ તરીકે ચાર્જ સંભાળેલો છે. નર્મદા નિગમના ચેરમેન તરીકે પણ કામ કર્યુ છે. ગુજરાત મેટ્રોરેલ પ્રોજેક્ટ લિમિટેડના એમડી સહિત અનેક મહત્વની જવાબદારીઓ ગુજરાત સરકારની સંભાળી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close