InfrastructureNEWSOthers

માદરે વતન રુપપુરમાં પી.એસ. પટેલે, 10,000 વૃક્ષો વાવ્યાં, પર્યાવરણ જતન માટે પીએસપી પ્રોજેક્ટસ્ બન્યું પ્રેરણાસ્ત્રોત.

ગુજરાત સહિત દેશની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેકટસ્ લિમિટેડના પીએસપી ફાઉન્ડેશન દ્વારા પ જૂન પર્યાવરણ દિવસે, ચાણસ્મા તાલુકામાં આવેલા રુપપુર ગામમાં 10 હજાર અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવીને પર્યાવરણ જતન કરવાનો સંદેશ સમગ્ર દેશમાં આપ્યો છે. સાથે સાથે અન્ય ઉદ્યોગ સાહસિકો માટે પીએસપી પ્રોજેક્ટ લિમિટેડનો આ પ્રયાસ પ્રેરણાસ્ત્રોત બનશે. 5 જૂનના રોજ પીએસપી પ્રોજેક્ટસ્ લિમિડેટના સીએમડી પી.એસ.પટેલે તેમના 500 સ્વયંસેવકોની સાથે વૃક્ષો વાવીને પર્યાવરણ બચાવો અને જીવન બચાવોનું એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.

default
default

નોંધનીય છે કે, કુલ 3,84,000 સ્કવેર મીટર એટલે કે આશરે 150 વીઘાની જગ્યામાં 10,000 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. 2 ઝાડ વચ્ચે 6 મીટરનું અંતર રાખવામાં આવ્યું છે. 150 વીઘા જમીનને કુલ 26 ઝોનમાં વિભાજીત કરીને આખું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. દરેક ઝોનમાં 2 લીડર મળીને ટોટલ 52 ટીમ લીડર જોડાયા હતા. આ વૃક્ષારોપણ કરવા માટે 500 સ્વયંસેવકોમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાંથી જોડાયા હતા. કુલ 12 JCB અને 2 ટ્રેક્ટર અને 7 ઓગારથી ઝાડ માટેના ખાડા કરવામાં આવ્યા હતા. અહીં મહત્વની વાત છે કે, આટલા મોટા વિશાળ વિસ્તારમાં વૃક્ષારોપણનું પ્લાનિંગ પીએસપી કંપનીએ માત્ર 20 દિવસમાં જ પ્લાનિંગ કર્યુ છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close