HousingInfrastructureNEWSUrban Development

દુબઈમાં રેતીનો પ્લોટ $34 મિલિયનમાં વેચાયા, લક્ઝરી આઈલેન્ડમાં નોંધાયો રેકોર્ડ

વિશ્વસ્તરીય હાઈરાઈઝ બિલ્ડિંગો નિર્માણમાં અને સર્વોચ્ચ ગુણવત્તામાં મોખરે દુબઈમાં એક રેતનો પ્લોટ 125 મિલિયન દિરહામમાં વેચાયો. જેનું અમેરિકન ડોલરમાં 34 મિલિયન ડૉલર કિંમત થાય છે. આ જમીનનો સોદો વિશ્વભરમાં સૌથી મોટો જમીન સોદા સાથે લક્ઝરી આઈલેન્ડમાં રેકોર્ડ નોંધાયો છે.  મહત્વનું વાત એ છેકે,આ કોઈ અદ્દભૂત હવેલી નથી કે લક્ઝરી પેન્ટહાઉસ પણ નથી માત્ર રેતીનો એક ટાપુની આટલી મોટી કિંમત અંકાઈ છે. તે પરથી સાબિત થાય છે કે, દુબઈ શહેર વિશ્વમાં મોઘામાં મોઘુ શહેર છે. 

દુબઈના જુમેરાહ ખાડી ટાપ નજીક આવેલા ઘોડા આકારના રેતીનો પ્લોટ કુલ 24,500 ચોરસ ફૂટનો વિસ્તાર ધરાવે છે. જે પ્રતિ ચોરસ ફટે 5000 હજાર દિરહામમાં વેચાયો એટલે 125 મિલિયન દિરહામમાં સોદો થયો. નાઈટ ફ્રેન્કના વડા એન્ડ્ર્યૂ કમિંગ્સ જણાવે છે કે,આ રેતીના પ્લોટની કિંમત વિશ્વભરના રિયલ એસ્ટેટ માર્કેટ માટે ખૂબ મહત્વની છે અને લક્ઝરી આઈલેન્ડમાં નોંધાયો છે.

આ ડીલ કરાવનાર ઈન્ટરનેશનલ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ એજન્સી નાઈટ ફ્રેન્ક જણાવે છે કે,આ રેતીનો પ્લોટ ખરીદનાર યુનાઈટેડ આરબ અમિરાતમાં રહેતો નથી પરંતુ,આવનારા સમયમાં આ જગ્યા પર પોતાનો પરિવાર રજાઓના દિવસોમાં ફરી શકે તે માટે એક અદ્દભૂત હવેલીનું નિર્માણ કરશે.

દુબઈના લેન્ડ ડિપાર્ટમેન્ટના જણાવ્યાનુસાર, આ પ્રોપર્ટીને બે વર્ષ પહેલાં એક વ્યકિતે 36.5 મિલિયન દિરહામમાં ખરીદી હતી અને તેને 125 મિલિયન દિરહામમાં વેચી એટલે કે, 88.5 મિલિયન દિરહામનો નફો થયો.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close