જૂઓ- ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ નિર્માણની એક એરિયલ વ્યૂં ગેલેરી
ગુજરાતના ધોલેરામાં નિર્માણ પામી રહેલું ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણકાર્ય હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જે ફોટો પરથી જોઈ શકો છો. વિશ્વમાં સૌથી મોટા રન વે ધરાવતું ધોલેરા એરપોર્ટ નિર્માણકાર્ય અંદાજિત 2025-26માં પૂર્ણ થશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
રુ. 1305 કરોડના ખર્ચે નિર્માણ પામનાર એરપોર્ટના પ્રથમ તબક્કા માટે નિર્માણ હાલ પૂરજોસમાં ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના વાણિજય મંત્રાલય અંતર્ગતની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ, તા. 14 જૂન-2022ના રોજ ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ નિર્માણ કરવાની મંજૂરી આપી હતી.
નોંધનીય છે કે, ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે ગુજરાત સરકારે કુલ રુ. 1501 હેક્ટર જમીન ફાળવી હતી. આ એરપોર્ટ નિર્માણ થતાં પ્રતિ વર્ષે ત્રણ લાખ પેસેન્જરો મુસાફરી કરશે. એટલે કે, આવનારા બે દાયકામાં 23 લાખ લોકો મુસાફરી કરશે. તેમ જ આ કાર્ગો એરપોર્ટ દ્વારા 2025-26 સુધીમાં 20,000 ટન માલનું આયાત નિકાસ થશે, જે આગામી 20 વર્ષમાં 2.73 લાખ ટન માલનું ટ્રાફિક રહેશે.
ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ ઝોન અંતર્ગત ધોલેરા એરપોર્ટ સર્વિસ આપીને ધોલેરાને દેશનું સૌથી મોટું ઔદ્યોગિક હબ બનાવશે. આ એરપોર્ટ નિર્માણની સાથે જ ધોલેરા એરપોર્ટની આસપાસની જમીનોના ભાવ આસમાને પહોચશે તેવી પ્રબળ સંભાવના છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.