GovernmentInfrastructureNEWSPROJECTS

ખેરાલુ ડેપોના બસ ડ્રાઈવર પીરુભાઈ મીરને,આજે રાષ્ટ્રપતિના હસ્તે રોડ સેફ્ટી માટે નેશનલ એવોર્ડ થશે એનાયત

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના ખેરાલું ડેપોના બસ ડ્રાઈવર પીરુભાઈ મીરને આજે નવી દિલ્હી ખાતે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે રોડ સેફ્ટ એવોર્ડ એનાયત થશે. ઉલ્લેખનીય છે કે, પીરુભાઈ મીર મહેસાણાના ખેરાલુ તાલુકા સિટી ડેપોમાં બસ ડ્રાઈવર તરીકે છેલ્લા 27 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે અને તેઓ વડનગરના વતની છે.  

મહત્વનું વાત એ છે કે, પીરુભાઈ મીરે તેમની 27 વર્ષની નોકરી દરમિયાન તેમના દ્વારા એક પણ અકસ્માત થયો નથી. તેમજ એક પણ રજા લીધી નથી. અને ખૂબ જ કાળજી પૂર્વક બસ ડ્રાઈવિંગ કરવાની સાથે સાથે ડીઝલનો ખૂબ જ મોટા જથ્થામાં બચાવ કર્યો છે. નોકરી દરમિયાન ક્યારેય પણ કોઈ મુસાફર સાથે ગેરવર્તણૂંક કે ઝઘડો પણ થયો નથી. આ ઉપરાંત તેમના ઉપર કોઈ જ ખાતાકીય તપાસ પણ આજ દિવસ સુધી થઈ નથી. આ તમામ મુદ્દોઓને ધ્યાનમાં રાખીને, પીરુભાઈ મીરને રોડ સેફ્ટી માટે નેશનલ લેવલના એવોર્ડ માટે પસંદગી કરાઈ છે.

પીરુભાઈ મીર મૂળ વડનગરના વતની છે. હાલ તેઓ સતલાસણા તાલુકાના વાવ ગામમાં પરિવાર સાથે રહે છે. જ્યારે નેશનલ એવોર્ડ માટે તેમના પર દિલ્હીથી ફોન આવ્યો ત્યારે તેઓ માનવા તૈયાર ન હતા. ત્યારે બાદ, ડેપો મેનેજરે કહ્યું છે આપને નેશનલ એવોર્ડ માટે પસંદ કરાયા છે ત્યારે માન્યું.

ઉલ્લેખનીય છે કે, પીરુભાઈ મીર પરિવારનું ગુજરાન ચલાવવા માટે જીપ ડ્રાઈવર તરીકે 700-800 રુપિયામાં નોકરી કરતા હતા. ધોરણ દસમાં નાપાસ થયા બાદ, તેઓ મુંબઈમાં ટ્રક ડ્રાઈવિંગ કરતા હતા. 1997માં પીરુભાઈ મીરે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં બસ ડ્રાઈવર માટે અરજી કરી હતી. ત્યારે તેમનું પ્રથમ પોસ્ટિંગ અંક્લેશ્વરમાં થયું હતું.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close