ESR ગ્રુપે સાણંદ નજીક 38 એકર જમીન સંપાદિત કરી, લોજિસ્ટિક પાર્કમાં કરશે રુ.400 કરોડનું રોકાણ
આંતરરાષ્ટ્રીય રિયલ એસેટ મેનેજમેન્ટ કરતું ESR ગ્રુપ અમદાવાદના સાણંદ જીઆઈડીસી નજીક 38 એકર જમીન સંપાદિત કરી છે. અને લોજિસ્ટિક વેરહાઉસ નિર્માણ અને ડેવલપમેન્ટ માટે કંપની 400 કરોડનું રોકાણ કરશે તેવું કંપનીના સત્તાધીશોએ જણાવ્યું છે. ESR ગ્રુપે ગુજરાતના વિઠ્ઠલાપુર ચોકડીથી વિરામગામ હાઈવે પર આવેલા જાણીસણા ખાતે 37 એકર જમીનમાં લોજિસ્ટિક પાર્ક નિર્માણ કર્યો છે.
કંપનીના સૂત્રોના જણાવ્યાનુસાર, આ જમીન સાણંદ જીઆઈડીસી નજીક ખરીદવામાં આવી છે. હાલમાં ESR ગ્રુપ ઓટોમોબાઈલ, ઓટો એન્સિલરીઝ, એફએમસીજી, એન્જિનિયરિંગ, પ્લાસ્ટિક, પેકેજીંગ અને ઈલેક્ટ્રોનિક્સ સહિત વિવિધ ક્ષેત્રોમાં 25 બહુરાષ્ટ્રીય અને 300 સ્થાનિક કંપનીઓ માટે વેરહાઉસિંગ સેવા પુરી પાડે છે. આવનારો સમયમાં ઈલેક્ટ્રીક વાહનો માટેનો છે. તેના બજારને ધ્યાનમાં રાખીને સાણંદ નજીક આ લોજિસ્ટિક પાર્ક માટે જમીન ખરીદી છે. અમદાવાદથી નજીક હોવાથી, ઈ-કોમર્સ અને અન્ય કંપનીઓ માટે વેરહાઉસિંગ માટે એક આદર્શ સ્થાન બની શકે છે.
ESR ઈન્ડિયાના સીઈઓ જણાવે છે કે, અમે ગુજરાતમાં અમારી કંપનીની ઉપસ્થિતિ વધારવાની અમને ખુશી છે કારણ કે, ગુજરાતમાં બિઝનેસ ઈકોસિસ્ટમ ખૂબ સારી અને પ્રોત્સાહિત છે. અને ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ કરવામાં ગુજરાત દેશમાં મોખરે છે. આવનારા દિવસોમાં સાણંદ ઈ.વી. વ્હીકલ માટેનું એક ગ્લોબલ સેન્ટર બનશે. જેને ધ્યાનમાં રાખીને અમારી કંપનીએ સાણંદ પસંદ કર્યુ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.