GovernmentInfrastructureNEWSPROJECTSUrban Development
અમદાવાદના સતાધાર સર્કલ પર 81 કરોડના ખર્ચે બનશે ફ્લાયઓવર બ્રિજ, લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મળશે મુક્તિ
81 Crore flyover bridge to be built on Satadhar Circle in Ahmedabad, people will be freed from traffic problems.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો મત વિસ્તાર ઘાટલોડિયામાં આવતા સતાધાર સર્કલ પર એક નવીન ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ થવા જઈ રહ્યું છે. અને જે માટે રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. રુ. 81.50 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સતાધાર સર્કલ ફ્લાયઓવર બ્રિજ નિર્માણ થવાની સાથે લાખો લોકોને ફાયદો થશે અને લોકો ટ્રાફિક સમસ્યામાંથી મુક્ત થશે.
નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં, એસ.જી. હાઈવે અને એસ.પી. રીંગ પર અંદાજિત 80 જેટલા ફ્લાયઓવર બ્રિજ, રેલ્વે ઓવર બ્રિજ અને અંડરપાસ નિર્માણ પામ્યા છે. આટલા બધા બ્રિજ નિર્માણ થવાથી આવનારા સમયમાં લોકો અમદાવાદ શહેરને બ્રિજ નગરી કહેશે તો પણ નવાઈ નહી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
15 Comments