ગુજરાતમાં 4 રિવરફ્રન્ટ, અમદાવાદ, ધોલેરા, ગિફ્ટ સિટી અને ધરોઈ ડેમ
4 riverfront in Gujarat, Sabaramati, GIFT City, Dholera and Daroi Dam.

ગુજરાત રાજ્ય રિવરફ્રન્ટ નિર્માણ કરવામાં દેશભરમાં મોખરે છે. દેશમાં રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કરવાનો વિચાર સૌ પ્રથમ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, અમદાવાદની સાબરમતી નદી પર દેશનો પ્રથમ રિવરફ્રન્ટ નિર્માણ કરવાની શરુઆત 2005માં કરી હતી અને 2012માં રિવરફ્રન્ટનું નિર્માણકાર્ય મોટાપાયે પૂર્ણ થયું ગયું હતું. જોકે તેનું બ્યૂટીફિકેશન બાકી હતું. આ રીતે ગુજરાત રાજ્ય દેશમાં રિવરફ્રન્ટ નિર્માણ કરવામાં પ્રથમ બન્યું.

ગુજરાત સરકારે દેશની પ્રથમ સ્માર્ટ સિટી ગિફ્ટ સિટીમાં રિવરફ્રન્ટ નિર્માણ કરવાનું નક્કી કર્યુ અને હાલ તેનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

આ સાથે વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી ધોલેરા સિટીમાં રિવરફ્રન્ટ નિર્માણ કરવામાં આવ્યો છે.


અને ચોથો રિવરફ્રન્ટ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈ ડેમના કિનારે ડેવલપમાં આવશે. આ રીતે ગુજરાતમાં કુલ ચાર રિવરફ્રન્ટ નિર્માણ થયા છે. જોકે, ધરોઈ ડેમ પરનો રિવરફ્રન્ટનું નિર્માણ કાર્ય આગામી સમયમાં શરુ થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
3 Comments