દેશમાં 100 વર્ષ કરતાં વધુ જૂના ડેમ સક્રિય, હવે દેશના તમામ ડેમની સુરક્ષા વધશે.
Over 100-year-old, yet functional: House panel red flags 234 dams
રાજ્યસભામાં એક સંસદીય પેનલે દેશમાં જૂન ડેમની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે, ભારતમાં 234 મોટા ડેમ છે, જે 100 વર્ષથી પણ વધુ જૂના છે. જે પૈકી કેટલાક ડેમ 300 વર્ષથી પણ વધુ જૂના છે પરંતુ, તે તમામ ડેમ વર્તમાનમાં પણ સક્રિય અને અકબંધ છે.
ડેમ સુરક્ષા બીલ અંતર્ગત દેશના તમામ ડેમની સુરક્ષાની નિતીઓ,પ્રોટોકોલ અને પ્રક્રિયાઓ એક સમાન હશે. જે અંતર્ગતમાં તમામ ડેમની સુરક્ષા રાષ્ટ્રીય ડેમ સુરક્ષા જોગવાઈ હેઠળ સુરક્ષિત કરવામાં આવશે.
દેશના તમામ ડેમને સુરક્ષિત બનાવવા માટે રાજ્યસભામાં ડેમ સુરક્ષા બીલને 2019માં પાસ કરવામાં આવ્યું હતું. આ બીલને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે 2021માં રાજ્યસભામાં રજૂ કર્યુ હતું. અને લોકસભામાં 2 ઓગસ્ટ-2019 માં પાસ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ચીન અને અમેરિકા બાદ, ભારત વિશ્વમાં ત્રીજો સૌથી મોટો દેશ છે, અને દેશમાં સૌથી વધારે ડેમ આવેલા છે. આપણા દેશમાં અંદાજિત 5700 નાના-મોટા ડેમ આવેલા છે. જેમાંથી 80 ટકા ડેમનું આયુષ્ય 25 વર્ષ જૂનું છે જ્યારે બાકીના તમામ ડેમનું આયુષ્ય 100 કરતાં પણ વધારે છે જૈ પૈકી કેટલાક ડેમ તો, 300 વર્ષ જૂના છે. ત્યારે આપણાં તમામ ડેમોનું સુરક્ષા અંગે ચિંતા એક મોટો વિષય છે. કારણ કે, ડેમ એ માત્ર એક આરસીસીનું સ્ટ્રક્ચર નથી પરંતુ, ડેમ સાથે કરોડો લોકોનું જીવન જોડાયેલું હોય છે તેવું ગજેન્દ્રસિંહે જણાવ્યું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
6 Comments