GovernmentInfrastructureNEWSPROJECTSUrban Development

આગામી 6 મહિનામાં GPS આધારિત ટોલ સિસ્ટમ આવશે.- નિતીન ગડકરી

GPS based toll system will come in next 6 months.- Nitin Gadkari.

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું છે કે, સરકાર આગામી 6 મહિનામાં હાલના ટોલ પ્લાઝાને બદલવા માટે જીપીએસ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ સહિત નવી ટેક્નોલોજી રજૂ કરવાની યોજના છે.

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય વાહનોને રોક્યા વગર ઓટોમેટિક નંબર પ્લેટ રેક્ગિશન સિસ્ટમ(ઓટોમેટિક નંબર પ્લેટ રીડર કેમેરા)નો એક પાઈલટ પ્રોજેક્ટ ચલાવી રહ્યું છે. 2018-19 દરમિયાન ટોલ પ્લાઝા પર વાહનો માટે સરેરાશ રાહ જોવાનો સમય 8 મિનિટ હતો. 2020-21 અને 2021-22 દરમિયાન ફાસ્ટેગની શરુઆત સાથે વાહનોનો સમય ઘટીને 47 સેકન્ડ થઈ ગયો.  

વધુમાં ગડકરીએ જણાવ્યું છે કે, જીપીએસ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમનો ઉદેશ્ય ટ્રાફિક ઓછો કરવાનો રહેશે. સાથે જ ડ્રાઈવરોએ હાઈવે પર જેટલું અંતર કાપ્યું હશે તે અનુસાર જ ટોલ ચૂકવવાનો રહેશે. તેમણે આગળ કહ્યું કે હાલમાં એનએચઆઈની ટોલની આવક 40 હજાર કરોડ રુપિયા છે. જે 2-3 વર્ષમાં 1.40 લાખ કરોડ રુપિયા સુધી પહોંચશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close