સુરતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિકાસના કામોનું લોકાર્પણ કર્યા.
CM Bhupendra Patel inaugurated the development works by video conference in Surat.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે વિડીયો કોન્ફરન્સના માધ્મમથી સુરતમાં વિકાસના કામો લોકાર્પણ અને ખાત મુર્હૂત કર્યા છે. જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત-ઓલપાડ રોડ ઉપર જૂના જકાતનાકા પાસેના હયાત બ્રિજ નજીક સુરતથી ઓલપાડ તરફ જતા 3 લેનના અંદાજિત રુ. 32 કરોડના ખર્ચે રેલ્વે ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત સુરતમાં વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજિત 141 કરોડ રુપિયાના ખર્ચે પ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કર્યા છે.
આ પ્રસંગે સુરતના સ્થાનિક નેતાઓ સહિત મોટીસંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યમાં શહેરી વિકાસ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશભરમાં દર અઠવાડિયએ એક વિકાસનું કામ થઈ રહ્યું છે. આ વખતના બજેટમાં ગુજરાત સરકારે માળખાકીય વિકાસ માટે 3000 કરોડ રુપિયા ફાળવ્યા છે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
11 Comments