HousingNEWSUrban Development

15 માર્ચથી સ્ટેમ્પ ડ્યૂટીના દસ્તાવેજની અરજીઓ થઈ ઓનલાઈન,ચલણ મેન્યૂઅલ રજૂ કરવાનાં રહેશે

Applications for properties valuation to go online today.

મહેસૂલ વિભાગ હવેથી ઓફલાઈન અરજીઓ સ્વીકારશે નહીં માત્ર ઓનલાઈન અરજીઓ જ સ્વીકારવામાં આવશે તેવો નિર્ણય સરકારના મહેસૂલ વિભાગે કર્યો છે. જેથી હવે સ્ટેમ્પ ડ્યૂટીના દસ્તાવેજ મૂલ્યાંકન માટેની અરજી આજથી એટલે કે, 15 માર્ચથી જ ઓનલાઈન કરી દેવામાં આવી છે. જો અરજી ન સ્વીકારાય તો બે દિવસમાં કારણ દર્શાવવાનું પણ રહેશે.

FILE PICTURE

ખરીદ-વેચાણના વ્યવહારોમાં જમીન-મકાન સહિતની મિલકતોમાં બજાર કિંમતના મૂલ્યાંકન માટેની અરજી સહિતની તમામ પ્રક્રિયા બુધવારે 15મી માર્ચથી ઓનલાઈન કરવાનો નિર્ણય મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

FILE PICTURE

સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ પક્ષકારો દ્વારા તેમના દસ્તાવેજ માટે લાગવા પાત્ર થતી સ્ટેમ્પ ડ્યૂટીનો નિર્ણય કરવા માટે સ્વેચ્છાઓ અથવા સબ રજિસ્ટ્રાર દ્વારા સૂચના મળ્યેથી અરજી કરવામાં આવે છે. જે દસ્તાવેજમાં મિલકતની બજારકિંમત નક્કી કરવાની થતી હોય તેમાં અભિપ્રાય આપવાની  સત્તા નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન તંત્રની કચેરીને સોંપવામાં આવે છે. હાલમાં આ પ્રકારનો અભિપ્રાય મેળવવાની માટેની અરજી નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યૂટીની કચેરીને મેન્યૂઅલી કરે છે. અરજદારોને વારંવાર કચેરીમાં આવવાની જરુર ન પડે તે માટે ઓનલાઈન એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.

ઓનલાઈન અરજીનો બે દિવસમાં સ્વીકાર કે અસ્વીકાર કરી કારણ દર્શાવવાના રહેશે. ફીના ચલણ અરજદારોએ કચેરીમાં મેન્યૂઅલ રજૂ કરવાના રહેશે. અરજી અંગે સ્ટેમ્પ ડ્યટીની ગણતરી કરી અભિપ્રાયની કાર્યવાહી 10 દિવસમાં પૂરી કરવાની રહેશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close