સરકાર ઈન્ફ્રા.પ્રોજેક્ટ્સ માટે BOT મોડ પર ધ્યાન કેન્દ્રિત કરશે : MORTH
NHAI will soon amend the bid norms to attract more private participation in BOT projects.
કેન્દ્ર સરકાર દેશમાં રોડ અને બ્રિજ પ્રોજેક્ટને એવોર્ડ કરવા અંગે અને તેના અમલીકરણ અંગે કડક વલણ અપનાવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર રોડ અને બ્રિજ પ્રોજેક્ટના કામની ફાળવણી અને અમલીકરણ અંગેના માપદંડોમાં સુધાર લાવી રહી છે.
કેન્દ્રીય રોડ-ટ્રાન્સપોર્ટ અને પરિવહન મંત્રાલયના સેક્રેટરી અલ્કા ઉપાધ્યાયે મીડિયાને જણાવ્યું હતું કે, દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટસ્ પર બોજો ઘટાડવવા પ્રોજેક્ટના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. દેશભરમાં કોઈપણ રોડ કે બ્રિજના પ્રોજેક્ટના કામને એવોર્ડ કરવા પહેલાં 90 ટકા જમીન સંપાદિત કરવી, પર્યાવરણની પરમિશન, જંગલ વિભાગની પરવાનગી સહિત પ્રોજેક્ટને લગતી તમામ પરવાનગીઓ પહેલાંથી જ મેળવીને પ્રોજેક્ટનું કામ ફાળવવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર બિલ્ટ, ઓપરેટ અને ટ્રાન્સફર(BOT) મોડ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા ટૂંક સમયમાં બીઓટી પ્રોજેકટ્સમાં વધુ પ્રાઈવેટ ભાગદારીને આકર્ષવા માટે ટેન્ડરના ધોરણોમાં સુધારા કરશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
6 Comments