ગિફ્ટ સિટીમાં રિવરફ્રન્ટ માટે પુરાણ કામ પૂરજોસમાં, રિવરફ્રન્ટ સાથે કેટલાક ટાવરો પણ બનશે.
A few towers will also be built along the riverfront, Purana Kam Purjosh for the riverfront in Gift City.
દેશની પ્રથમ સ્માર્ટ અને ટેક્ સિટી – ગિફ્ટ સિટી, ગાંધીનગરનું નામ હવે વિશ્વ સ્તરીય બન્યું છે. ત્યારે તેનો ડેવલપમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વર્લ્ડ ક્લાસ હોવો જરુરી છે. ત્યારે તેના ભાગરુપે, હાલ ગિફ્ટ સિટી ઓથોરીટી દ્વારા ગિફ્ટ સિટી રિવરફ્રન્ટનું નિર્માણકાર્ય પૂરજોસમાં શરુ કરી દેવામાં આવ્યું છે અને હાલ સાબરમતી નદી કિનારે રિવરફ્રન્ટ નિર્માણ માટે પુરાણ કામ ચાલુ છે.
અંદાજિત 60 એકરના વિશાળ ભૂ-પટલ પર રિવરફ્રન્ટ નિર્માણ પામશે, જોકે જેમાં કેટલાક સ્કાય સ્કેપર્સ ટાવરો પણ નિર્માણ પામશે અને તેનું લેન્ડસ્પેકિંગ અને બ્યૂટીફિકેશન કરવામાં આવશે. આવનારા સમયમાં ગિફ્ટ સિટીમાં વિશ્વભરથી આવનાર બિઝનેસમેનો કે અન્ય લોકો તે તમામ ગિફ્ટ સિટીના રિવરફ્રન્ટને નિહાળશે.
ઉલ્લેખનીય છે કે, ગિફ્ટ સિટીનું સ્વપ્ન જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયું, ત્યારે સૌ કોઈને તેના પર વિશ્વાસ થતો ન હતો. પરંતુ, હાલ તે સ્વપ્ન જમીન પર દેખાઈ રહ્યું છે. મોદીએ જેવું ગિફ્ટ સિટી વિચાર્યું હતું તેવું જ બની રહ્યું છે, તેનો સંપૂર્ણ શ્રેય દેશવાસીઓને જાય છે, કારણ કે, નરેન્દ્ર મોદી આખા દેશના છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
9 Comments