દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે બાદ, હવે 109 કિ.મી લાંબો અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે પર સૌની નજર
After Delhi-Mumbai Expressway, Ahmedabad-Dholera Corridor to Become Next Big Project in India.
તાજેતરમાં કેન્દ્ર સરકારના નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ ભારત દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે દિલ્હી મુંબઈના હિસ્સા પૈકી 245 કિલોમીટરના એક્સપ્રેસ વેનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યા બાદ, હવે સૌની નજર ગુજરાતના આર્થિકનગર અમદાવાદ અને ગ્રીન ફિલ્ડ સિટી ધોલેરાને જોડતા 109 કિ.મી. લાંબા અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે પર છે. જેનું નિર્માણ હાલ પૂરજોસમાં ચાલી રહ્યું છે અને જાન્યુઆરી 2024 સુધીમાં, ભારતનો પ્રથમ હાઈ-સ્પીડ મલ્ટિમોડલ કોરિડોર બનશે.
ધોલેરા,જે થોડા સમય પહેલા સુધી ગુજરાતમાં નિંદ્રાધીન શહેર હતું, હવે તેને ભારતના પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. નવા સ્માર્ટ સિટીને તમામ પ્રકારના ટ્રાન્સપોર્ટ-રોડ, મેટ્રો, પોર્ટ અને એરપોર્ટ દ્વારા જોડવામાં આવશે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે. ધોલેરા, જે હવે દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર (DMIC) નો ભાગ છે, તે પહેલાથી જ રોકાણકારોનું ધ્યાન ખેંચી ચુક્યું છે. અમદાવાદથી 80 કિમી દૂર એક નવું અત્યાધુનિક એરપોર્ટ પણ આવી રહ્યું છે. તેનાથી પહેલાથી જ ગીચ અમદાવાદ એરપોર્ટ પર ટ્રાફિક હળવો થશે.
અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે ઉપરાંત, 1220 કિમીથી વધુ લાંબો અમૃતસર-જામનગર એક્સપ્રેસવે અન્ય એક હાઈલાઇટ પોઇન્ટ હશે. એકવાર પૂર્ણ થયા પછી, તે ચાર રાજ્યોને જોડતો દેશનો બીજો સૌથી લાંબો એક્સપ્રેસવે હશે: પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત સાથે મુખ્ય આર્થિક નગરો તેમજ રિફાઇનરીઓ જેમાં અમૃતસર, ભટિંડા, બિકાનેર, સંગરિયા, સાંચોર, સામખિયાળી અને જામનગરનો સમાવેશ થાય છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
9 Comments