HousingNEWSUrban Development

AMCના વર્ષ 2023- 24નું 9482 કરોડનું બજેટ,મિલકત પર 3 વર્ષ સુધી નવા જંત્રી દર નહીં લાગે, પ્રોપર્ટી ટેક્સમાં આંશિક રાહત

9482 crore budget of AMC for 2023-24, no new Jantri rates on property for 3 years, relief in property tax.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વર્ષ 2023- 24નું રૂ. 9482 કરોડનું બજેટ આજે મ્યુનિ. ભાજપના સત્તાધીશોએ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું છે. કમિશનર દ્વારા મૂકાયેલા રૂ. 8400 કરોડના ડ્રાફ્ટ બજેટમાં રૂ, 1082 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. કમિશનર દ્વારા સૂચવેલા પ્રોપર્ટી ટેક્સમાં ભાજપના સત્તાધીશોએ આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે શહેરમાં ફેલાતા પ્રદૂષણને રોકવા માટે નવો એન્વાયર્નમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ તરીકે યુઝર ચાર્જ લેવાનું પણ કમિશનરે સૂચન કર્યું હતું. જેમાં આંશિક ઘટાડો કરવામા આવ્યો છે.

ડોર ટુ ડોર સ્વચ્છતા તરીકે યુઝર ચાર્જ પણ વધારીને ડબલ કરવામાં આવ્યો હતો તેને ફગાવી દેવામા આવ્યો છે. ફુગાવાના દર પ્રાથમિક સુવિધાઓના ખર્ચ વગેરેને પહોંચી વળવા કાયમી ધોરણે પ્રોપર્ટી ટેક્સના લેટિંગ રેટમાં પણ 5ની જગ્યાએ હવે 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જે નવા જંત્રી દર લાગુ કરવામાં આવ્યા છે, તેને આગામી ત્રણ વર્ષ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાગુ નહીં કરવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રોપર્ટી ટેક્સમાં આંશિક રાહત
પ્રોપર્ટી ટેક્સમાં રહેણાંક મિલકતોમાં હાલનો પ્રવર્તમાન દર પ્રતિ ચોરસ મીટર 16 રૂપિયા હતો, જેમાં કમિશનરે 23 રૂપિયા સૂચવ્યો હતો. જેમાં સ્ટેન્ડિંગ કમિટીએ ઘટાડો કરી અને 20 રૂપિયા મંજૂર કર્યો છે. જ્યારે કોમર્શિયલ મિલકતોમાં પ્રવર્તમાન દર 20 રૂપિયા છે, જેને 37 રૂપિયા કરવાનું સૂચન કર્યું હતું. જેમાં ઘટાડો કરી અને 34 રૂપિયા મંજૂર કર્યો છે. આમ પ્રોપર્ટી ટેક્સમાં આંશિક રાહત આપવામાં આવી છે.

Team Built India #builtindia builtindia.in

Show More

Related Articles

Back to top button
Close