રાજ્યમાં નવી જંત્રી અમલ, 4 ફેબ્રુ. સુધીના દસ્તાવેજો પર થશે જૂની જંત્રી અમલ – ઋષિકેશ પટેલ, પ્રવક્તા, ગુજરાત સરકાર
New Jantri implemented in the state, 4 Feb. old Jantri will be implemented on documents up to - Rishikesh Patel, Spokesperson, Government of Gujarat.

ગુજરાત સરકારે જંત્રીના દરમાં કોઈ જ રાહત આપી નથી. એટલે હવે ગુજરાતમાં 4 ફેબ્રુઆરી બાદ જેટલા દસ્તાવેજો કે સ્ટેમ્પ ખરીદયા હશે તેના પર જંત્રીના નવો દર લાગુ પડશે, જો કે, રાજ્ય સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, 4 ફેબ્રઆરી સુધીમાં જે લોકોએ દસ્તાવેજો ખરીદ્યા હોય કે વ્યવહારો કર્યા છે અથવા તો, દસ્તાવેજો પર પર સહીઓ કરી હોય તેવા તમામ દસ્તાવેજો પર જૂની જંત્રીનો દર અમલ થશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રીયલ એસ્ટેટ સેક્ટર સાથે સંકળાયેલા તમામ એસોસિએશનના જવાબદાર સભ્યો સાથે સરકારના અધિકારીઓ હાજરીમાં આ અંગે ચર્ચા વિચારણા કરી હતી અને હવે આવનારા સમયમાં આ અંગે વધુની માહિતી સરકારની વિભાગીય કચેરી દ્વારા જણાવવામાં આવશે તેવું પ્રવક્તાએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, તા. 5 ફેબ્રુઆરીના સાંજે જંત્રીના દરમાં 100 ટકા વધારો કરવાની જાહેરાત થતાં રીયલ એસ્ટેટ સેક્ટરમાં સન્નાટો છવાઈ ગયો અને સૌ કોઈને હતું આટલી બધી જંત્રી તો હોતી હશે. ત્યારે આ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરવા માટે ક્રેડાઈ-ગાહેડ ગુજરાત અને અમદાવાદ સહિતના પ્રેસિડેન્ટ સહિત જવાબદાર સભ્યોએ તાબડતોડ મુલાકાત કરી હતી અને જંત્રીના દરમાં ઘટાડો કરવાની માંગ કરી હતી. પરંતુ, સરકારે આ મુદ્દે કોઈ જ પીછેહઠ ન કરતાં નવી જંત્રી અમલ મૂકવામાં આવી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
17 Comments