કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે GICEA સંસ્થાની લીધી મુલાકાત, નશા મુક્ત ભારત બનાવવા માટે કર્યુ સૂચન
Union Minister Kaushal Kishore visited GICEA in Ahemdabad, suggested to make India drug free.
અમદાવાદના લો ગાર્ડન ખાતે આવેલી ગુજરાતના આર્કીટેક્ટ અને સિવીલ એન્જીનીયર્સની પ્રતિષ્ઠિત સંસ્થા GICEAના કાર્યલય પર 19 જાન્યુઆરીના રોજ સાંજે કેન્દ્રીય હાઉસિંગ અને અર્બન વિભાગના મંત્રી કૌશલ કિશારે મુલાકાત લીધી હતી. GICEA સંસ્થાના પ્રેસિડેન્ટ ડૉ. વત્સલ પટેલ અને માન. સેક્રેટરી અપૂર્વ ઠાકરશીએ તેમનું સ્વાગત કર્યુ હતું. તે દરમિયાન GICEA સંસ્થાની કોર કમિટીના મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના પ્રેસિડેન્ટ ડૉ. વત્સલ પટેલે GICEA સંસ્થાના કામોથી કેન્દ્રીય મંત્રીને અગવત કરાવ્યા હતા.ત્યાર બાદમાં કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે સંસ્થાના મેમ્બરોને સંબોધતા જણાવ્યું હતું કે, આર્કીટેક્ટ અને સિવીલ એન્જીનીયર્સ મકાનોની ડીઝાઈન અને પ્લાન દોરવાની સાથે સાથે વ્યસન મુક્તિનો સંદેશ આપીને દેશભરમાં કરોડો યુવાનો જે નશો કરે છે તેવા યુવાનોને નશામાંથી મુક્ત કરાવીને ભારત દેશને આત્મનિર્ભર બનાવવામાં સહાયરુપ બને તેવું સૂચન કર્યુ હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
3 Comments