HousingNEWSUrban Development

રાજ્યની દરેક નગરપાલિકામાં બનાવાશે એક ટીપી સ્કીમ- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની જાહેરાત

One TP scheme will be created in every municipality of the state - CM Bhupendra Patel's announcement.

ગુજરાત રાજ્યના શહેરોમાં વધતી વસ્તીની સાથે-સાથે લોકોને ‘ઈઝ ઓફ લિવિંગ’ ની અનુભૂતિ થાય તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યની દરેક નગરપાલિકામાં એક ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત નગરપાલિકા ધરાવતા નગરમાં માર્ગ, આવાસ, બાગબગીચા સહિતની સુવિધાઓનો વિકાસ સુઆયોજિત ઢબે થાય તેવું આયોજન કરવામાં આવશે. કારણ કે, રાજ્યના નાના શહેરોનો વિકાસ કરવો હશે તો ટાઉન પ્લાનિંગ કરવું ખૂબ જરુરી છે.આથી જ, રાજ્યની દરેક નગરપાલિકા એક ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવે તેવા લક્ષ્ય સાથે ગુજરાત સરકાર આગળ વધશે. 

FILE PICTURE

નોંધનીય છે કે, નગરપાલિકાઓ પોતાના નગરના વિકાસ માટે વધારાના નાણાંનું આયોજન કરી શકશે. તેમજ નગર સુખાકારી અને જનસુવિદ્યાના વિકાસના કામો સુચાર ઢબે હાથ ધરી શકશે.  

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close