કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી આજે ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ વેનું નિરીક્ષણ કરશે.
Union Minister Nitin Gadkari will inspect the Dholera-Ahmedabad Expressway today.
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નિતીન ગડકરી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ત્યારે આજે તેઓ ધોલેરા અને અમદાવાદને જોડતા 109 કિલોમીટરના એક્સપ્રેસ વેના નિર્માણકાર્યનું કવિતા ગામ નજીક નિરીક્ષણ કરશે.
નોંધનીય છે કે, તા. 18 જાન્યુ-2023ના રોજ સાંજે નિતીન ગડકરીએ, અમદાવાદની એક ખાનગી હોટલમાં ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટિલ સહિત ગુજરાત સરકારના માર્ગ-મકાન અને રોડ વિભાગના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે એક રીન્યૂં બેઠક કરી હતી. જેમાં હાઈવે નિર્માણ કરતી કંપનીઓના માલિકો રોડ કૉન્ટ્રાક્ટર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. કોન્ટ્રાક્ટરોને ક્યાં ક્યાં તકલીફો પડે છે અને રોડ પ્રોજેક્ટ સારા અને ગુણવત્તાવાળા બનાવવા તે અંગે ચર્ચા થઈ હતી.
અમદાવાદથી 100 કિલોમીટરના અંતરે આવેલા ધોલેરાનું કામ પૂરજોસમાં ચાલી રહ્યું છે. ધોલેરા સરને જોડતો અમદાવાદથી 109 કિલોમીટરનો ચાર લેન એક્સપ્રેસ વેનું નિર્માણ પામી રહ્યું છે. તેના કામ અંગે પણ ચર્ચા વિચારણા થઈ હતી.
17 Comments