GovernmentNEWS

ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નિર્માણ પામી રહ્યા છે આલીશાન ફ્લેટ, પ્રતિદિન માત્ર 1.25 રુપિયા ભાડામાં મળશે ફ્લેટ

Luxurious flats are being built for MLAs in Gandhinagar, flats will be available for rent at just Rs 1.25 per day.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ ચૂંટાયેલા ધારાસભ્યો-મંત્રીઓએ 12 ડિસેમ્બરે શપથ પણ લઈ લીધા છે. મંત્રીઓને નવા બંગલા પણ ફાળવી દેવાયા છે. તો, બીજી તરફ, ધારાસભ્યો માટે આલીશાન ફ્લેટ બનવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. હાલમાં આ ફ્લેટના પાયા ખોદાઈ રહ્યા છે. નવા ધારાસભ્યોને ત્રણ રૂમનો આધુનિક સુવિધા સાથેનો આલિશાન ફ્લેટ ભેટ આપવાની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. આ ફ્લેટ તૈયાર થતા હજુ બે વર્ષનો સમય લાગશે, પરંતુ આ ટર્મના ધારાસભ્યોને રહેવા માટે આ ફ્લેટ મળશે તે નક્કી છે. આ પ્રોજેક્ટનો 1 ડિસેમ્બર, 2022થી પ્રારંભ કરવામાં આવ્યો છે. જે 30 નવેમ્બર, 2024ના રોજ પૂર્ણ થશે.

પ્રતિદિન 1.25 રૂપિયા આવાસનું ભાડું
ધારાસભ્ય બન્યા બાદ તમામ સભ્યોને ગાંધીનગર ખાતે એમ.એલ.એ ક્વાટર્સ ખાતે એક આવાસ ફાળવવામાં આવશે. આ આવાસમાં ધારાસભ્યને એક ડ્રોઈંગ રૂમ, બે બેડરૂમ, ડાઈનિંગ રૂમ અને રસોડા સહિતના ફ્લેટની સગવડ આપવામાં આવે છે. રહેઠાણનું રોજનું ભાડું રૂ. 1.25 રાખવામાં આવ્યું છે. આમ, જોઈએ તો માસિક માત્ર રૂપિયા 37.5ના ખર્ચે ધારાસભ્યને સરકારી આવાસનો લાભ મળશે.

કેવી હશે ફ્લેટમાં ફેસિલિટી ?
ધારાસભ્યો માટેના નવા ફ્લેટ ગાંધીનગરના સેક્ટર-21માં બની રહ્યા છે. 7 એકર જમીન પર 9 માળના કુલ 12 બ્લોક બનાવાશે. કુલ 216 ફ્લેટ બનાવાશે, જે માટે કુલ 203 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ફ્લેટની અંદરની સ્પેસ પહેલાં કરતાં ખૂબ વધુ છે. ફ્લેટમાં 204 સ્કવેર યાર્ડ (1836 સ્કવેર ફૂટ)ની સ્પેસ મળશે. આ ઉપરાંત એકથી એક ચડિયાતી ફેસિલિટી પણ ઉપલબ્ધ હશે.

204 સ્કવેર યાર્ડના આ ફ્લેટમાં ત્રણ બેડરૂમ હશે, જેમાંથી બે બેડરૂમમાં અટેચ્ડ બાથરૂમ હશે. માસ્ટર બેડરૂમમાં 11.9 ફૂટ *15.9 ફૂટની સ્પેસ હશે. એની સાથે 50 સ્કૂવેર ફૂટનું વિશાળ ટોઇલેટ તેમજ ડ્રેસિંગ એરિયા પણ હશે. જ્યારે 12 ફૂટ*12 ફૂટનું તો કિચન હશે. આ ઉપરાંત 224 સ્કવેર ફૂટનો વિશાળ લિવિંગ રૂમ (હોલ) હશે, સાથે વોશ અને સ્ટોર માટે પણ સ્પેસ આપવામાં આવશે. આ ફ્લેટમાં 11.3 ફૂટ *11.9 ફૂટની મોટી ગેલેરી પણ આપવામાં આવશે.

ધારાસભ્યોને પગાર સહિત 1.16 લાખ મળે છે
નોંધનીય છે કે જે ધારાસભ્યો પાસેથી ફ્લેટનું ભાડું 37 રૂપિયા વસૂલવામાં આવે છે તેમને મસમોટો પગાર અને ભથ્થાં મળે છે. ધારાસભ્યોને 78,800 રૂપિયા પગાર તેમજ વિવિધ ભથ્થાં મળી કુલ 1.16 લાખ રૂપિયા મળે છે. એમાં 7 હજાર ટેલિફોન ખર્ચ, 5 હજાર પોસ્ટલ-સ્ટેશનરી ખર્ચ, 20 હજાર પર્સનલ આસિસ્ટન્ટ એલાવન્સનો સમાવેશ થાય છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close