મહેસાણામાં યોજાયેલા ત્રિદિવસીય પ્રોપર્ટી શોમાં 30,000 મુલાકાતીઓએ ઘરનું ઘર ખરીદવા મુલાકાત લીધી
30,000 visitors visited the three-day property show in Mehsana to buy houses.
મહેસાણામાં યોજાયેલા ત્રિદીવસીય પ્રોપર્ટી શોમાં કુલ 30,000 ફૂટફોલ નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મુખ્ય શહેર મહેસાણામાં યોજાયેલા પ્રોપર્ટી શોમાં કુલ 250 પ્રોજેક્ટ અને 68 સ્ટોલ હતા. જેમાં રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઈન્ડસ્ટ્રીયલ સહિત બિલ્ડિંગ મટેરીયલના સ્ટોલ હતા તેવું મહેસાણાના જાણીતા ડેવલપર અને ગુજરાત ક્રેડાઈના પૂર્વ ચેરમેન સંદીપ શેઠે બિલ્ટ ઈન્ડિયા મેગેઝિન સાથે ટેલિફોનિક વાત કરી હતી.
તો, ક્રેડાઈ મહેસાણાના પ્રેસિડેન્ટ દીપક પટેલના જણાવ્યાનુસાર, મહેસાણા પ્રોપર્ટીનું ઉદ્દઘાટન ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના હસ્તે કરાયું હતું.
આ પ્રોપર્ટીમાં મોટીસંખ્યામાં મકાન ખરીદનાર લોકોએ મુલાકાત કરી હતી. જેથી આવનારા સમયમાં આ પ્રોપર્ટી શોથી ચોક્કસપણે ગ્રાહકો મકાનો ખરીદશે તેવી આશા વ્યક્ત ક્રેડાઈ મહેસાણાના ચેરમેન એચ.કે પટેલે વ્યકત કરી હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
8 Comments