NEWSUrban Development

અમદાવાદ ખાતે વિશ્વનું ઊંચું મા ઉમિયાનું મંદિર નિર્માણકાર્ય પૂરજોસમાં, સમયમર્યાદામાં પૂર્ણ થશે નિર્માણ

Construction of world's tallest Ma Umiya temple at Ahmedabad in full swing, construction to be completed in timeframe.

અમદાવાદના જાસપુર ખાતે વિશ્વનું ઊંચું મા ઉમિયાનું મંદિર નિર્માણ પામી રહ્યું છે. જેનું નિર્માણકાર્ય હાલ પૂરજોસમાં ચાલી રહ્યું છે. ગુજરાત સહિત દેશની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેક્ટ લિમિટેડ મંદિરનું નિર્માણ કરી રહ્યું છે. જેથી, સમયમર્યાદામાં પૂર્ણ થશે તેમાં કોઈ જ શંકા નથી.

ત્યારે આજે વિશ્વઉમિયાધામ જાસપુર સ્થિત એનઆરઆઈ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું હતું. વિશ્વભરમાં રહેતા ગુજરાતી ઉદ્યોગપતિઓ,વ્યવસાયકારો અને સમાજ શ્રેષ્ઠીઓએ જાસપુરમાં ખાતે માં ઉમિયાના મુખ્ય સ્થાકનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલ, ઉપપ્રમુખ ડી.એન. ગોલ,દીપક પટેલ, પૂર્વ ધારાસભ્ય અરવિંદ પટેલ સહિત મોટીસંખ્યામાં સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close