“ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં” : PM નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષે દેવલોક
Glorious century rests at feet of God’: PM Narendra Modi’s mother Hiraba dies at 100.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે રાયસણ તેમના ભાઈ પંકજભાઈના ઘરે પહોંચી ગયા છે. અહીં વડાપ્રધાન મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યારપછી તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમ વિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો. મોદી પરિવારે હીરાબાની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવા કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ ટ્વિટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપી હતી. તેમણે લખ્યું – એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે. માતામાં, મેં હંમેશા તે ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.
બિલ્ટ ઈન્ડિયા મેગેઝિનના એડીટર પ્રહલાદ પ્રજાપતિ અને તેમની સમગ્ર ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતૃશ્રીને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
9 Comments