GovernmentInfrastructureNEWSPROJECTS

ઓખા-બેટ દ્વારકા સિગ્નનેચર બ્રિજ બનશે, દેશનો એન્જીનીયરીંગ માર્વેલ પ્રોજેક્ટ

Okha-Bet Dwarka's signature bridge will become, an engineering marvel project of the country.

કૃષ્ણનગરી દ્વારકામાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે નિર્માણ પામી રહેલો ઓખા- બેટ દ્વારકા સિગ્નનેચર બ્રિજનું નિર્માણકાર્ય પૂર્ણતાને આવરે છે. જેવો આ બ્રિજનું લોકાર્પણ થશે તેવાં જ દ્વારકાધીશના દર્શનાર્થે આવનાર દર્શનાથીઓ સુચારુ સીધા બેટ દ્વારકા પહોંચી શકશે. ત્યારે આવો જાણીએ હાલ આ બ્રિજનું નિર્માણકાર્ય કયા તબક્કામાં પહોંચ્યું છે.

દ્વારકાનગરીથી 30 કિલોમીટર દૂર ઉત્તર દિશામાં આવેલા બેટ દ્વારકા ચારેય બાજુથી દરિયાના પાણીથી ઘેરાયેલો ટાપુ છે, જે ધ સંકેન આઈલેન્ડ તરીકે પણ ઓળખાય છે. દ્વારકા આવનારાં દર્શનાર્થીઓ દ્વારકાથી સીધા બેટ દ્વારકા જઈ શકે તે માટે કેન્દ્ર સરકારના માર્ગ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયની નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા આ બ્રિજનું નિર્માણ કરી છે.

આ બ્રિજ દ્વારકાનગરીને બેટ દ્વારકાથી જોડે છે. 2.32 કિલોમીટરની લંબાઈ ધરાવતા આ બ્રિજ પ્રોજેક્ટની મંજૂરી કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ 2016માં આપી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2017માં શિલાન્યાસ કરીને સ્થાપના કરી હતી. હાલ આ બ્રિજનું નિર્માણકાર્ય પૂર્ણતાના આરે છે.  

જાણો- ઓખા-બેટ દ્વારકા સિગ્નનેચર બ્રિજની ટેકનિકલ વિગતો

આ સિગ્નનેચર બ્રિજની વચ્ચે 900 મીટરનો કેબલ સ્ટેઈટેડ બ્રિજ છે, અને તેનો ટેક કમ્પોઝિટ સ્ટીલ અને કોંક્રિટથી બન્યો છે. બ્રિજની કુલ લંબાઈ 2.32 કિલોમીટર છે જે પૈકી મધ્યમાં 900 મીટર લંબાઈ ધરાવતો કેબલ સ્ટેઈટેડ બ્રિજ છે અને પહોળાઈ 27.2 મીટર છે. બંને બે મોટા પાઈલ છે તે સ્ટીલમાંથી બન્યા છે જેની ઊંચાઈ અંદાજિત 132 થી 150 મીટર છે. ફોર લેનના બ્રિજની વચ્ચે 1.2 મીટર રોડ ડીવાઈડર છે અને બ્રિજની બંને બાજુ 2.5 મીટર પહોળાઈ ધરાવતી પગદંડી છે.  

બ્રિજના મધ્ય ભાગને છોડતા ઓખા સાઈડ એપ્રોચ રોડ 209 મીટર છે જ્યારે બેટ દ્વારકા તરફ એપ્રોચ રોડ 1101 મીટરનો છે. આ બ્રિજ પ્રોજેક્ટની ટોટલ કન્સ્ટ્રક્શન કોસ્ટ 965 કરોડ છે અને ભારતની એસ.પી. સિંગળા કન્સ્ટ્રક્શન કંપનીએ બનાવ્યા છે, જે  ખાસ કરીને દેશભરમાં પડકારરુપ પ્રોજેક્ટ નિર્માણ કરવા માટે જાણીતી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close