GovernmentNEWSUrban Development

ભારતનું ગર્વ-વડનગર, મોઢેરા સૂર્ય મંદિર અને ત્રિપુરાના ઉનાકોટીનો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની યાદીમાં સમાવેશ

Sun Temple at Modhera, Vadnagar town among three sites added to tentative list of UNESCO heritage sites

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજનની કામચલાઉ યાદીમાં ગુજરાતનું ઐતિહાસિક સ્થળ વડનગર અને ગુજરાતની પૌરાણિક ધરોધર એવા મોઢેરા સૂર્ય મંદિરનો સમાવેશ થયો છે. તેમ જ ત્રિપુરાના ઉનાકોટી શિલ્પોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મંગળવારે કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી જી કિશન રેડ્ડીએ ટિવટ કરીને માહિતી આપી હતી અને ભારતની ત્રણેય ઐતિહાસિક સાઈટનો ફોટો ગ્રાફ રજૂ કર્યા હતા.

વધુમાં જી કિશન રેડ્ડીએ ભારતને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, યુનેસ્કોની  કામચલાઉ યાદીમાં ભારતની વધુ ત્રણ સાઈટસ્ નો સમાવેશ કરાયો છે. જેમાં વડનગર, મોઢેરાનું સૂર્ય મંદિર અને ત્રિપુરાના ઉનાકોટીનો સમાવેશ થાય છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close