અમદાવાદમાં વાર્ષિક આશરે 1000 રોડ અકસ્માત નોંધાયા- અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ
Annually, about 1,000 road traffic accidents (RTAs) are recorded with the Ahmedabad city traffic police.
વર્તમાનમાં દેશમાં શહેરીકરણ ખૂબ વધ્યું છે. સાથે સાથે શહેરોમાં કાર, ટુ વ્હીલર્સ અને અન્ય વાહનોમાં ધરખમ વધારો થયો છે. તેની સાથે અકસ્માતમાં પણ વધારો નોંધાયો છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના જણાવ્યાનુસાર, અમદાવાદ સિટીમાં વાર્ષિક આશરે 1000 રોડ અકસ્માત નોંધાયા છે. જે પૈકી લગભગ એક તૃતીયાંશ જીવલેણ છે, જ્યારે 45% માં કિસ્સાઓમાં મુસાફરોને ગંભીર ઈજાઓ થાય છે.
ઉલ્લેખનીય છે કે, સેપ્ટ યુનિવર્સિટીમાં બે વિદ્યાર્થીઓએ અર્બન રોડ નામનો સ્ટુડિયો અંતર્ગત અમદાવાદ શહેરમાં થતા રોડ અકસ્માત પર અભ્યાસ કર્યો છે. તેમના અભ્યાસના આધારે અમદાવાદ શહેરમાં વાર્ષિક અંદાજિત 1000 રોડ અકસ્માત નોંધાયા છે, જે દરેક નાગરિક માટે ઘાતક સાબિત થાય છે.
ગુજરાત સહિત દેશભરનાં મોટાં શહેરો પાર્કિંગ વ્યવસ્થા હોય કે ન હોય છતાં પણ મોટાભાગના વાહનચાલકો પોતાના વાહનોને યોગ્ય જગ્યા પર પાર્કિંગ કરતા જોવા મળતા નથી. પરિણામે ભારે ટ્રાફિક થાય છે. તો, સામે રાજ્ય સરકાર દ્વારા પણ શહેરમાં વાહન પાર્કિંગ વ્યવસ્થા કરવામાં ક્યાંક ઊણપ જણાતી હોય છે તેવું લાગી રહ્યું છે. જો પાર્કિંગ સમસ્યામાંથી મુક્ત થવું હશે, આપણે સૌએ યોગ્ય જગ્યા પર વાહનો પાર્ક કરવા પડશે અને ટ્રાફિક પોલીસ દ્વારા બનાવેલા તમામ નિયમોનું એક સારા નાગરિક તરીકે અમલ કરવો જરુરી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
10 Comments