ઓગણજ-સાયન્સ સિટી વચ્ચેના નવનિર્મિત રોડ ઓળખાય છે “ન્યૂ સાયન્સ સિટી રોડ,” રોડ પરની જમીન ભાવ 60-65 હજાર પ્રતિ વારે
The newly constructed road between Ognaj-Science City is known as “New Science City Road,” the land price on the road is 60-65 thousand per Var.
અમદાવાદ શહેરના વિકાસનું અભિન્ન અંગ સરદાર પટેલ રીંગ રોડની બંને બાજુ પર વિકાસ સમા રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડિંગની હારમાળા સર્જાઈ રહી છે. સરદાર પટેલ રીંગ રોડના ડેવલપમેન્ટની વાત કરીએ તો, વૈષ્ણોદેવી સર્કલથી શાંતિપુરા ચોકડી સુધીના સરદાર પટેલ રીંગ રોડની બંને બાજુ પર કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટની ભારમાર જામી છે. એસ.પી. રીંગ રોડથી એસ.જી. હાઈવે કનેક્ટ કરતાં અંદાજિત 13 રોડ નિર્માણ પામી રહ્યા છે. જેમાં ગોતા બ્રિજથી સરદાર પટેલ રીંગ રોડ સુધીનો ફોર લેન રોડ સંપૂર્ણપણે નિર્માણ પામી ચૂક્યો છે હાલ તેનું બ્યૂટીફિકેશન કરવામાં આવી રહ્યું છે.
આ ફોર લેન રોડથી તમે એસ.પી. રીંગ રોડથી સીધા એસ.જી. હાઈવે ગોતા પહોંચી શકો. આ રોડ ઓગણજ ગામ અને સાયન્સ સિટીની વચ્ચે આવ્યો હોવાથી હાલ લોકમુખે ન્યૂ સાયન્સ સિટી રોડ તરીકે જાણીતો બન્યો છે. આ રોડ આર-2 અને આર-3 ઝોનમાં હોવાથી, અહીં ખાસ કરીને પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ અને બંગ્લોઝ નિર્માણ પામી રહ્યા છે. આ રોડની આસપાસ રેસિડેન્શિયલ કે કોમર્શિયલ પ્રોજેક્ટ મૂકનાર દરેક આ રોડને ન્યૂ સાયન્સ સિટી રોડ તરીકે ઓળખાવે છે.
રીયલ એસ્ટેટના જાણકારોના મતે ઓગણજથી સાયન્સ સિટી સુધીના સરદાર પટેલ રીંગ રોડના આસપાસમાં ફાઈનલ પ્લોટના જમીનનો ભાવ પ્રતિ વારે 1 લાખ રુપિયા છે. તો, આ ગોતા બ્રિજથી શરુ થતો ન્યૂ સાયન્સ સિટી રોડની આસપાસ જમીનનો ભાવ પ્રતિ વારે અંદાજિત 60 થી 65 હજાર છે. આ રોડની સમાંતર બેબીલોન ક્લબ પાસેથી પ્રસાર થતો અન્ય એક રોડ નિર્માણ પામી રહ્યો છે, તે પણ એસ.જી. હાઈવેને કનેક્ટ કરશે અને ત્યારબાદ ભાડજ સર્કલથી શરુ થતો મુખ્ય સાયન્સ સિટી રોડ આવે છે.
ગોતાથી શરુ થતો અને સરદાર પટેલ રીંગ રોડને કનેક્ટ કરતો ન્યૂ સાયન્સ સિટી રોડ એસ.જી. હાઈવે અને એસપી રીંગ રોડને કનેક્ટ કરે છે. જેથી, આવનારા સમયમાં બંને રોડનો વચ્ચેનો પટ્ટો એલિટ ક્લાસ અને પોશ વિસ્તાર સાબિત થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
14 Comments