થલતેજ-વસ્ત્રાલ મેટ્રો ટ્રેન બીજી ઓક્ટોબરથી, APMC-મોટેરા 6 ઓક્ટોબરથી શરૂ થશે
PM Modi to launch Ahmedabad Metro Phase 1, flag off Vande Bharat Express during two-day Gujarat visit
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલુપુર સ્થિત સ્ટેશનેથી મેટ્રોની સવારી કરીને વિધિવત ઉદઘાટન કરશે. જોકે જાહેર જનતા બીજી ઓક્ટોબરથી મેટ્રોની સવારી કરી શકશે. થલતેજથી વસ્ત્રાલ સુધીના કોરિડોર-2ની મેટ્રો સેવા 2 ઓક્ટોબરથી શરૂ થશે જ્યારે એપીએમસીથી મોટેરા સુધીના કોરિડોર-1ની મેટ્રો ટ્રેન સેવા 6 ઓક્ટોબરથી શરૂ થશે. ટિકિટનો દર 5, 10, 15, 20 અને 25 રૂપિયા રહેશે. અમદાવાદ મેટ્રોના ફેઝ-1ની કુલ લંબાઈ 40.03 કિમી છે. જેમાં અત્યારે કાર્યરત લંબાઈ 6.50 કિમી છે. પીએમ મોદી ઉદઘાટન કરશે તેની લંબાઈ 32.14 કિમી છે.ફેઝ-1માં અમદાવાદ મેટ્રોના કુલ 32 સ્ટેશનો છે. જેમાંથી હાલમાં કુલ 6 સ્ટેશનો કાર્યરત છે અને 23 સ્ટેશનોનું ઉદઘાટન કરવામાં આવશે.
આ કોરિડોર પર મેટ્રો દોડતી થઈ જશે
પૂર્વ- પશ્ચિમ કોરિડોર પરના કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર,જૂની હાઈકોર્ટ (વિનિમય), એસપી સ્ટેડિયમ, કોમર્સ સિક્સ રોડ, ગુજરાત યુનિ., ગુરુકુલ રોડ, દુરદર્શન કેન્દ્ર તેમજ થલતેજ સ્ટેશનોનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તર- દક્ષિણ કોરિડોર પર મોટેરા, સાબરમતી, AEC, રાણીપ, વાડજ, વિજયનગર, ઉસ્માનપુરા, જૂની હાઈકોર્ટ, ગાંધીગ્રામ, પાલડી, શ્રોયસ, રાજીવનગર, જીવરાજ અને APMC મેટ્રો સ્ટેશનોનું ઉદ્ધાટન કરવામાં આવશે.
22.5 કિમી માટે 25 રૂપિયા ભાડું ચૂકવવું પડશે
મેટ્રો ટ્રેન હાલના તબક્કે દરેક ટ્રેન 3 કોચ વાળી છે. ભવિષ્યની જરૂરીયાતને ધ્યાને રાખીને સ્ટેશનો 6 કોચવાળી ટ્રેનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. તમામ ટ્રેન સ્ટેનલેસ સ્ટીલથી બનેલી છે. ટ્રેનના રોલિંગ સ્ટોકની વાત કરીએ તો, 32 ટ્રેન સેટ્સ, 96 ટ્રેન કોચ, લંબાઈમાં 22.6 મી., પહોળાઈ 2.90 મીટર જ્યારે ઊંચાઈ 3.98 મીટર છે.બન્ને કોરિડોરમાં ટિકિટોનો દર અલગ અલગ સ્ટેશન માટે 5 રૂપિયાથી 25 રૂપિયાની વચ્ચે રહેશે. જેમાં પ્રથમ ૨.૫ કિમી માટે ૫ રૂપિયા, 2.5 કિમીથી 7.5 કિમી સુધી રૂ.10 , 7.5 કિમીથી 12.5 કિમીના રૂ. 15, 12.5 કિમીથી 17.5 કિમીના રૂ. 20, 17.5 કિમીથી 22.5 કિમી માટે 25 રૂપિયા ભાડું ચૂકવવું પડશે.
પહેલી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરથી દેશની ત્રીજી અને પશ્ચિમ રેલવેની પહેલી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવશે. આ ટ્રેન રવિવાર સિવાય સપ્તાહના 6 દિવસ દોડાવવામાં આવશે.આજે ટ્રેનનો આરંભ થઈ રહ્યો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર
8 Comments