ConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ખેડા જિલ્લાના કપડવંજ ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા

Chief Minister Bhupendra Patel inaugurated various development works at Kapdvanj in Kheda district today.

મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ કર્યો છે. ગુજરાતમાં તેમના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસને અમે સતત આગળ વધારી રહ્યા છીએ. તેના પરિણામે ગુજરાત આજે સમગ્ર દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ખેડા જિલ્લાના કપડવંજ ખાતે કપડવંજ અને કઠલાલ તાલુકામાં અંદાજે રૂ.20.26 કરોડના ખર્ચે નિર્માણ થયેલ બે વિકાસ કામોનું લોકાર્પણ તથા આ બંને તાલુકામાં માર્ગ અને મકાન રાજ્ય અને પંચાયત વિભાગ દ્વારા રૂ.70.30 કરોડના ખર્ચે નિર્માણ થનાર વિવિધ રસ્તાઓના 68 કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આમ મુખ્યમંત્રીના હસ્તે જનસુવિધા અને જનસુખાકારીના કુલ રૂ.94.56 કરોડના 70 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે મિશન મંગલમ, પીએમ જય, પ્રધાનમંત્રી આવાસ યોજના, ડો. આંબેડકર આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તેમજ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સૌના સાથ અને સૌના સહકારથી આગળ વધી રહ્યું છે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.

કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે , કઠલાલ અને કપડવંજ તાલુકામાં એક સમયે ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણીની તકલીફ હતી. મુખ્ય મંત્રીએ આ સમસ્યાના નિવારણ માટે આ વિસ્તારના તળાવો ભરવા માત્ર રૂ.200 કરોડની ફાળવણી કરી છે.જેથી ખેડૂતોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે. મંત્રીએ ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સુચારુ નેતૃત્વમાં દેશ આર્થિક રીતે પણ પ્રગતિ કરી રહ્યો છે.

ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવીની સતત ચિંતા કરવામાં આવે છે. આ વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં આવી છે. માર્ગોના નવીનીકરણ થતાં નાગરિકોને સરળતા ઊભી થશે.

મુખ્ય દંડક પંકજ દેસાઈએ જણાવ્યું કે રાજ્ય સરકાર ગુજરાતના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છેવાડાના માનવીની સતત ચિંતા કરી જન કલ્યાણકારી યોજનાના અસરકારક અમલ થકી લોકોના જીવન ધોરણ ઊંચું લાવી સમતોલ અને સર્વ સમાવેશક વિકાસની નવી કેડી કંડારી છે. તેમને લોકોના પ્રશ્નોના સકારાત્મક નિરાકરણ માટે મક્કમ અને ત્વરિત નિર્ણય લીધા છે. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલે જણાવ્યું કે ખેડા જિલ્લામાં વિકાસના અનેકવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. જેને પરિણામે ખેડા જિલ્લો વિકાસની તેજ ગતિથી આગળ વધી રહ્યો છે અને નાગરિકોની સુવિધામાં વધારો થશે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ખેડા જિલ્લાની તમામ 520 ગ્રામ પંચાયતોના પરાઓને મુખ્ય રસ્તાઓથી જોડ્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

સાંસદ રતનસિંહ રાઠોડે કપડવંજ અને કઠલાલ તાલુકાના પ્રજાજનો માટે આજે સોનાનો સૂરજ ઊગ્યો છે તેમ જણાવતા ઉમેર્યું હતું કે મુખ્ય મંત્રીના સક્ષમ નેતૃત્વમાં કપડવંજ અને કઠલાલ તાલુકાના પૂર્વ વિસ્તારના સર્વાંગી વિકાસ સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ આ વિસ્તારોમાં તળાવો ભરવા માટે રૂ.200 કરોડની ફાળવણી કરી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દેશ કી આવાજ.

Show More

Related Articles

Back to top button
Close