GovernmentGovtNEWSPROJECTS
અંદાજિત 15 હજાર લોકોએ, અમદાવાદના લેન્ડમાર્ક અને એન્જિનીયરીંગ માર્વેલ “અટલ ફૂટ ઓવર બ્રિજ”ની લીધી મુલાકાત
An estimated 15 thousand people visited Ahmedabad's landmark and engineering marvel “Atal Foot Over Bridge”.
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ પામેલા સાબરમતી અટલ ફૂટ ઓવર બ્રિજની અંદાજિત 15 હજાર લોકોએ મુલાકાત કરી છે. અમદાવાદ શહેરની શાન અને લેન્ડમાર્ક એવા સાબરમતી નદી ઉપર નિર્માણ પામેલા આઈકોનિક અને એન્જિનીયરીંગ માર્વેલ અટલ ફૂટ ઓવર બ્રિજનું લોકાર્પણ 27 ઓગસ્ટ -2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાયું હતું.
અટલ ફૂટ ઓવર બ્રિજના લોકાર્પણના બીજા દિવસે અટલ ફૂટ ઓવર બ્રિજ પરથી સાબરમતીનો મનોરમ્ય નજારો જોવા અને નદીના મનમોહક દશ્ય સાથે સેલ્ફી લેવા માટે 15 હજાર લોકોએ અટલ ફૂટ ઓવર બ્રિજ પરથી સાબરમતી નદીના વ્યૂંને નિહાળ્યું હતો.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
8 Comments