GovernmentGovtNEWSPROJECTSUrban Development

2023માં અમદાવાદમાં યોજાશે અર્બન-20 સમિટ, હોસ્ટ કરનાર અમદાવાદ દેશનું પ્રથમ શહેર

Ahmedabad will be the first city in the country to host the Urban-20 Summit in 2023

ઈન્ડોનેશિયાના જાકાર્તા શહેરમાં 27થી 29 ઓગસ્ટ દરમિયાન બે દિવસીય U20 (અર્બન-20) સમિટ મળી હતી. જેમાં આગામી 2023 વર્ષમાં યોજાનારી U20 સમિટ માટે અમદાવાદ શહેરની હોસ્ટ તરીકે પસંદગી થઈ છે. મ્યુનિ. કમિશનર લોચન સહેરાએ જણાવ્યું કે, જાન્યુઆરી, 2023માં અમદાવાદ ખાતે આ સમિટ યોજાશે.

સમિટમાં દુનિયાના 20 દેશોનાં મોટાં શહેરના મેયર અને કમિશનર હાજરી આપશે. અત્યાર સુધી જે તે દેશની રાજધાનીમાં U20 સમિટને હોસ્ટ કરવા મળતું હતું જ્યારે આ વખતે અમદાવાદને મોકો મળ્યો છે જે દેશ માટે ગર્વની વાત છે. જકાર્તામાં યોજાયેલ સમિટમાં સરકારે મ્યુનિસિપાલિટી એડમિસ્ટ્રેશન કમિશનર રાજકુમાર બેનિવાલને અમદાવાદના પ્રતિનિધિ તરીકે મોકલ્યા હતા.

આ દેશોએ અત્યાર સુધી U20 સમિટને હોસ્ટ કરી

વર્ષ 2018માં આર્જેન્ટિના, દક્ષિણ અમેરિકામાં બ્યુનોસ એરેસ સિટીએ હોસ્ટ કર્યું હતું, વર્ષ 2019માં જાપાનમાં ટોક્યો સિટીએ હોસ્ટ કર્યું હતું, વર્ષ 2020માં સાઉદી અરેબિયામાં રિયાધ સિટીએ હોસ્ટ કર્યું હતું, વર્ષ 2021માં ઈટાલીમાં રોમ-મિલાને હોસ્ટ કર્યું હતું, વર્ષ 2022માં ઈન્ડોનેશિયામાં જાકાર્તાએ હોસ્ટ કર્યું હતું, વર્ષ 2023માં ભારતમાં અમદાવાદ હોસ્ટ કરશે.

શહેરને સ્પર્શતી વૈશ્વિક સમસ્યા પર ચર્ચા

12 ડિસેમ્બર, 2017માં પેરિસ ખાતે વન પ્લેનેટ સમિટ યોજાઈ હતી જેનો ઉદ્દેશ વિવિધ દેશો અને તેના મોટા શહેરો સાથે સંકળાયેલી વૈશ્વિક સમસ્યા અંગે જાહેર મંચથી ચર્ચા કરવાનો છે. ક્લાઈમેટ ઈમરજન્સી અને ઈકોનોમિક ડેવલપમેન્ટ જેવી વૈશ્વિક સમસ્યાનો સામૂહિક સામનો કરવા U20 નું ગઠન થયું છે. G20 (ગ્રૂપ ઓફ 20 કન્ટ્રી) અને અર્બન શહેરો વચ્ચે સ્થાયી જોડાણને સરળ બનાવવા, G20ની કાર્યસૂચિમાં શહેરી મુદ્દાઓની રૂપરેખા વધારવા, G20માં થયેલી વાટાઘાટોની જાણ કરવા વગેરે જેવી અનેક બાબતે U20માં ચર્ચા કરવા મંચ પૂરું પાડવામાં આવે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

6 Comments

  1. Pingback: cabana tent
  2. Pingback: 789 club
  3. Pingback: free chat
  4. Pingback: ตู้แช่
Back to top button
Close