ConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development

મુખ્યમંત્રીએ આજે નડિયાદમાં નવા જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું

The Chief Minister inaugurated the new District Panchayat Bhawan in Nadiad today

31મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા જિલ્લાના નડિયાદ અને ઠાસરા એમ બે સ્થળોએ મુલાકાત લઇ કુલ રૂ. 9114.18 લાખના 73 કામોનું ખાતમુર્હુત અને 7 કામોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં રૂ. 26.95 કરોડની મંજૂરીથી નવનિર્મિત જિલ્લા પંચાયત ભવનને આપવામાં આવેલ છે.

ખેડા જિલ્લામાં જૂની જિલ્લા પંયાયત કચેરી, પવનચક્કી રોડ, નડિયાદ ખાતે આવેલી છે. આ કચેરીની સ્થાપના તા. 14/10/1976ના રોજ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. બાબુભાઇ જશભાઇ પટેલના હસ્તે કરવામાં આવી હતી. આ કચેરીમાં પ્રથમ ડીડીઓ તરીકે પી.બી. મહેતા (IAS) એ પ્રથમ ફરજ બજાવી હતી. હાલ આ કચેરીમાં ડીડીઓ તરીકે મેહુલ દવે કાર્યરત છે. 31 ઓગસ્ટ 2022 ના રોજ ખેડા જિલ્લા પંચાયત ભવન, ડભાણ રોડ, ક્લેક્ટર કચેરી પાસે જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે થયું હતું. જિલ્લા પંચાયત અને તેના હસ્તકના 23 વિભાગો પણ ડભાણ રોડ પર બનેલ નવીન મકાનમાં કાર્યરત થશે.

મહુધા-કપડવંજનો કાર્યક્રમ 3 સપ્ટેમ્બરે યોજાશે

મહુધા અને કપડવંજમાં આજે યોજાનાર કાર્યક્રમ મોકૂક રખાયો હતો. આજે માત્ર નડિયાદ અને ઠાસરા ખાતે મુખ્યમંત્રીના હસ્તે વિકાસના કામોના કાર્યક્રમ યોજાયો હતો. મહુધા અને કપડવંજમાં તા. ૩ સપ્ટેમ્બરે મુખ્યમંત્રીનો કાર્યક્રમ યોજાશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.

Show More

Related Articles

Back to top button
Close