ટ્વીન ટાવરની જગ્યા પર બનશે મંદિર: RWAની જાહેરાત
Temple to be built on Twin Tower site: RWA announcement
ભ્રષ્ટાચારથી બનેલા નોઈડાના ટ્વીન ટાવરને તોડી પાડવામાં આવ્યું છે. આ માટે બિલ્ડર અને RWA વચ્ચે લાંબી કાયદાકીય લડાઈ ચાલી હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણયને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. મીડિયા અહેવાલ અનુસાર ટ્વીન ટાવરની જગ્યાએ ભવ્ય મંદિર બનાવવામાં આવશે.
બાળકો માટે રમતનું મેદાન પણ હશે
સુપરટેક એમેરાલ્ડ કોર્ટના RWA પ્રમુખ ઉદયભાન સિંહ તેવટિયાએ જણાવ્યું હતું કે, ટ્વીન ટાવર સાઈટ પર બાળકો માટે રમતનું મેદાન બનાવવામાં આવશે. આ ઉપરાંત ગ્રીન પાર્ક પણ બનશે. તેમજ સમાજના લોકોના સહયોગથી ભવ્ય મંદિરનું નિર્માંણ કરવામાં આવશે. તેમાં તમામ દેવી-દેવતાઓની મૂર્તિઓ હશે. આ માટે RWAએ સપ્તાહમાં એક બેઠક યોજવા જઈ રહ્યું છે તમામ સભ્યોની સહમતિથી નિર્ણય લાગુ કરવામાં આવશે.
75000 ચોરસ મીટર જમીન
ટ્વીન ટાવરનો વિસ્તાર 75000 ચોરસ મીટર હતો. મળતી માહિતી મુજબ બિલ્ડરે હજુ સુધી આ જમીન સોસાયટીને સોંપી નથી. આ અંગેની માલિકી હજુ પણ બિલ્ડર પાસે છે પરંતુ જો બિલ્ડર આ જમીન પર કોઈ બાંધકામ કરવા માગે છે તો તેના માટે તેમણે સોસાયટીના બે તૃતીયાંશ રહેવાસીઓની સહમતિ લેવી પડશે. બીજી તરફ RWAના હોદ્દેદારો દાવો કરે છે કે સમાજના લોકો તેમની તરફેણમાં છે. જો કોઈ કાનૂની લડાઈ લડવી પડશે તો તેમાં પાછા હટીશું નહીં. અહીં પહેલેથી નક્કી પાર્ક બનાવવામાં આવશે. આ સાથે મંદિર પણ બનાવવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.
13 Comments