બનાસકાંઠામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ૫૯૮.૪૨ કરોડના વિકાસ કામોનું કર્યું લોકાર્પણ અને ભૂમિપૂજન

આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બનાસકાંઠા જિલ્લાના દાંતા, અંબાજી અને પાલનપુર ખાતે વિકાસ કામોનું લોકાર્પણ તથા ભૂમિપૂજન કર્યુંં. જેમાં માર્ગ અને મકાન, નેશનલ હાઈવે અને આરોગ્ય વિભાગના કુલ ૫૯૮.૪૨ કરોડના ૧૬ જેટલાં વિવિધ વિકાસ કામો સમાવેશ થાય છે.

નાયબ મુખ્યમંત્રી સવારે-11:00 કલાકે દાંતા મુકામે માર્ગ અને મકાન વિભાગ તથા આરોગ્ય વિભાગના કામોનું લોકાર્પણ કર્યું. જેમાં દાંતાથી પાલનપુરનો ચાર માર્ગીયકરણ રોડ, દાંતાથી આંબાઘાટ રોડનું ચાર માર્ગીયકરણ લોકાર્પણ તથા દાંતા તાલુકાના મોટાસડા અને હડાદ ખાતે નિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે સવારે- 11:45 કલાકે હિંમતનગર- ખેરોજ- અંબાજી રસ્તાનું ચાર માર્ગીયકરણનું લોકાર્પણ કરશે. જ્યાં તેઓ અંબાજી મુકામે માતાજીનાં દર્શન કરી સર્કિટ હાઉસનું નિરીક્ષણ કર્યું.
બાદમાં, પાલનપુર ખાતે આર.ટી.ઓ. સર્કલ પાસે બપોરે- ૨.૩૦ કલાકે માર્ગ અને મકાન વિભાગ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું.
સૌજન્ય- માહિતી વિભાગ, પાલનપુર, ગુજરાત સરકાર
17 Comments