CommercialConstructionNEWSPROJECTS

નોઈડા ટ્વીન ટાવર: 700 કિલો વિસ્ફોટકોથી 32 અને 29 માળના ટાવરને તોડી પાડવામાં આવ્યા

Noida Twin Towers: 32 and 29 storey towers demolished with 700 kg explosives

નોઈડાના સેક્ટર 93માં બનેલા સુપરટેકના ગેરકાયદે ટ્વીન ટાવરને બપોરે 2.30 વાગ્યે તોડી પાડવામાં આવ્યા હતા. 100 મીટરથી વધુની ઊંચાઈ ધરાવતા બંને ટાવરને ધ્વસ્ત થવામાં માત્ર 12 સેકન્ડનો સમય લાગ્યો હતો. વિસ્ફોટ પહેલા લગભગ 7 હજાર લોકોને વિસ્ફોટ ઝોનમાંથી દૂર કરવામાં આવ્યા હતા. 3700 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરીને ઇમારતને તોડી પાડવામાં આવી હતી. ટ્વીન ટાવર હવે કાટમાળમાં ફેરવાઈ ગયું છે.

ટ્વીન ટાવર ધ્વસ્ત થતા જ ધૂળના જબરદસ્ત ગોટેગોટા ઉડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ બે કલાક સુધી હવામાં ધૂળના ગોટેગોટા છવાયેલા રહેશે. ત્યાં આસપાસ લોકોને દૂર કરવામાં આવ્યા છે. હેલ્થ ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને ત્રણ હોસ્પિટલોને પણ એલર્ટ પર રાખવામાં આવી છે.

સવારે 7 વાગે આસપાસની સોસાયટીમાં રહેતા લગભગ 7 હજાર લોકોને એક્સપ્લોઝન ઝોનમાંથી દૂર કરવામાં આવ્યા હતા. હવે ટ્વીન ટાવરની નજીક કોઈને પણ જવાની પરવાનગી નથી.અહીં માત્ર ડિમોલિશન ટીમ જ હાજર છે.

ટ્વીન ટાવર પાસેના દોઢ કિલોમીટરના સમગ્ર વિસ્તારને ખાલી કરાવ્યા બાદ સીલ કરી દેવામાં આવ્યો છે. ટ્વીન ટાવર પાસેના દરેક રસ્તા પર બેરિકેડિંગ છે. નોઈડા એક્સપ્રેસ વેને બંધ કરી દેવામાં આવ્યો છે અને અહીં માત્ર પોલીસ કર્મચારીઓ જ દેખાય છે.

જાણો કેવી રીતે ટ્વીન ટાવર બાંધવામાં આવ્યા હતા, શા માટે અને કેવી રીતે તૂટ્યા

10 માળની મંજુરી, 40 માળના બે નવા ટાવર બનાવી દીધા હતા
2004માં નોઈડા ઓથોરિટીએ સુપરટેકને હાઉસિંગ સોસાયટી બનાવવા માટે એક પ્લોટ ફાળવ્યો હતો. બિલ્ડિંગ પ્લાન 2005માં મંજૂર કરવામાં આવ્યો હતો. તેમાં 10 માળના 14 ટાવર બનાવવાની મંજુરી આપવામાં આવી હતી. 2006માં, સુપરટેકે પ્લાનમાં બદલાવ કરીને 11 માળના 15 ટાવર બનાવ્યા. નવેમ્બર 2009માં પ્લાનમાં ફરીથી બદલીને 24 માળના બે ટાવરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. માર્ચ 2012માં 24 માળ વધારીને 40 કરવામાં આવ્યા હતા. પ્રતિબંધ આવ્યો ત્યાં સુધીમાં તેમાં 633 ફ્લેટ બુક થઈ ચૂક્યા હતા.

અપડેટ્સ…

  • નોઈડા ટ્રાફિક પોલીસે ટ્રાફિક ડાયવર્ઝન માટે હેલ્પલાઈન નંબર 99710 09001 જારી કર્યો છે.
  • ટ્વીન ટાવર પાસેની 2 સોસાયટીઓમાં રાંધણ ગેસ અને વીજળીનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે.
  • ધૂળ દૂર કરવા માટે 15 સ્મોગ ગન લગાવવામાં આવી છે. હવામાં પ્રદૂષણ માપવા માટે 6 એર ક્વોલિટી ઈન્ડેક્સ મશીન લગાવવામાં આવ્યા છે. 6 હોસ્પિટલ સ્ટેન્ડ બાય પર છે.
  • ડીસીપી ટ્રાફિક ગણેશ પ્રસાદ સાહાના જણાવ્યા અનુસાર ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સ પણ સ્થળ પર હાજર છે.
  • 560 પોલીસ કર્મચારીઓ, રિઝર્વ ફોર્સના 100 લોકો અને 4 ક્વિક રિસ્પોન્સ ટીમ સહિત NDRFની ટીમ એક્સપ્લોઝન ઝોનમાં તૈનાત છે.
  • બપોરના 1 વાગ્યા સુધીમાં બંને સોસાયટીમાંથી ખાનગી સિક્યોરિટી ગાર્ડ અને અન્ય કર્મચારીઓને પણ હટાવી દેવામાં આવશે.
  • એક્સપ્રેસ વે બપોરે 2.15 કલાકે બંધ રહેશે. અડધો કલાક પસાર થયા પછી તેને ખોલવામાં આવશે અને ધૂળ દૂર થશે. આ સિવાય 5 વધુ રૂટ બંધ કરવામાં આવ્યા છે.

બ્લેક બોક્સ, લાલ બલ્બ અને ગ્રીન સ્વિચથી થશે છેલ્લી 60 સેકન્ડમાં સીરીયલ બ્લાસ્ટ
બપોરે 2:29 વાગ્યે, ડિમોલિશન એક્સપર્ટ ચેતન દત્તા બ્લેક બોક્સ સાથે જોડાયેલા હેન્ડલને 10 વખત રોલ કરશે. આ પછી તેમાં લગાવેલ લાલ બલ્બ ઝબકવા લાગશે. આનો અર્થ એ થશે કે ચાર્જર બ્લાસ્ટ કરવા માટે તૈયાર છે. આ પછી દત્તા ગ્રીન બટન દબાવશે. આ ચાર ડિટોનેટર સુધી ઇલેક્ટ્રિક વેવ તરફ દોરી જશે. આ પછી 9 થી 12 સેકન્ડમાં બિલ્ડિંગમાં એક પછી એક વિસ્ફોટ થશે.

બ્લાસ્ટ થતા જ 32 માળની ઈમારત કાટમાળમાં ફેરવાઈ જશે. કુતુબ મિનારથી ઊંચા ટ્વીન ટાવરથી બરાબર 9 મીટર દૂર સુપરટેક એમેરાલ્ડ સોસાયટી છે. અહીં 650 ફ્લેટમાં લગભગ 2500 લોકો રહે છે. સૌથી વધુ પરેશાન આ સોસાયટીના લોકો છે.

3700 કિલો વિસ્ફોટક સાથે આખી ઇમારત 12 સેકન્ડમાં ધ્વસ્ત થશે
ટ્વીન ટાવર તોડવાની જવાબદારી એડફાઈસ નામની કંપનીને મળી છે. આ કામગીરી પ્રોજેક્ટ મેનેજર મયુર મહેતાની દેખરેખ હેઠળ થઈ રહી છે. તેઓ કહે છે કે અમે બિલ્ડિંગમાં 3700 કિલો વિસ્ફોટક ભર્યું છે. પિલોરમાં લાંબા છિદ્રો કરીને વિસ્ફોટક ભરવાનો હોય છે. ફ્લોર ટુ ફ્લોર કનેક્શન પહેલેથી જ કરવામાં આવ્યું છે.

ભૂકંપના હળવા આંચકા જેવું પણ નહીં લાગે
પ્રોજેક્ટ મેનેજર મયુર મહેતાનું કહેવું છે કે હળવા ભૂકંપનો આંચકો પણ અનુભવાશે નહીં. લોકોને સૂચના આપવામાં આવી છે કે તેઓ ટીવીમાંથી પ્લગ કાઢી નાખે અને કાચનો સામાન અંદર મુકી દે. હવાના દબાણથી કાચની વસ્તુઓ તૂટી શકે છે. બ્લાસ્ટથી ધૂળ હશે, પરંતુ કેટલી હશે, તેનો અંદાજ લગાવી શકાય નહીં.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

2 Comments

  1. Pingback: go to this site
  2. Pingback: try this site
Back to top button
Close