NEWS

એસ્સાર ગ્રૂપ પોર્ટ બિઝનેસ રૂ. 19,000 કરોડમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલને વેચશે

Essar Group Port Business Rs. 19,000 crore to sell ArcelorMittal to Nippon Steel

એસ્સાર ગ્રૂપે તેની કેટલીક પોર્ટ અને પાવર બિઝનેસની એસેટ્સ રૂ. 19,000 કરોડમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલને વેચવા માટે કરાર કર્યા છે. 

એસ્સાર ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યુ કે, આ સોદામાં ગુજરાતના હજીરા ખાતે 4 એમટીપીએ એલએનજી ટર્મિનલ બનાવવા માટે એસ્સાર અને આર્સેલર મિત્તલ વચ્ચે 50-50 ટકાની ભાગીદારીમાં સંયુક્ત સાહસની પણ કલ્પના કરાઇ છે. આ સોદો પૂર્ણ કરવા માટે વિવિધ નિયામકીય મંજૂરીઓની જરૂર પડશે.

આ સોદા મારફતે એસ્સાર ગ્રૂપ તેના અપેક્ષિત એસેટ મોનેટાઇઝેશન પ્રોગ્રામને પૂર્ણ કરશે અને રૂ. 2 લાખ કરોડની દેવાની ચુકવણીની યોજના પૂર્ણ કરશે, જેની સંપૂર્ણ રકમ ભારતીય બેન્કોને ચૂકવવામાં આવશે. એસ્સારની કુલ આવક લગભગ રૂ. 1.2 લાખ કરોડ અને તેની એસેટ અંડર મેનેજમેન્ટ લગભગ રૂ. 64,000 કરોડ છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સમાચાર.

Show More

Related Articles

Back to top button
Close