‘રેરા’એ નિયમમાં સુધારાનો આદેશ કર્યો: પ્રોજેક્ટમાં ફેરફારની અરજીમાં વિલંબ થાય તો 75 હજાર લેટ ફી, રાજ્યમાં તમામ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટનું રેરામાં રજિસ્ટ્રેશન ફરજિયાત
RERA orders amendment in rules: 75k late fee for delay in project modification application, registration of all real estate projects in state mandatory with RERA
રાજ્યમાં તમામ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટનું રેરામાં રજિસ્ટ્રેશન ફરજિયાત છે. રજિસ્ટ્રેશન બાદ પ્રોજેક્ટમાં સુધારા વધારા માટે પણ મંજૂરી લેવાની હોય છે. આ માટે રેરાએ નિયત કરાયેલા સમયમાં અરજી ન કરાય તો રૂ.75 હજાર સુધીની લેટ સબમિશન ફી લેવાનો નિર્ણય રેરાએ કર્યો છે.
રેરાએ જારી કરેલા આદેશ મુજબ પ્રમોટરો દ્વારા એક્સટેન્શન અને ઓલ્ટરેશની અરજીઓમાં સમયમર્યાદાનું પાલન થતું ન હોવાના કિસ્સા ધ્યાને આવ્યા છે. ઓથોરિટી દ્વારા પ્રોજેક્ટના એલોટીઝના હિતને ધ્યાનમાં રાખીને નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે મુજબ પ્રોજેક્ટ રજિસ્ટ્રેશનના એક્સટેન્શન માટે અગાઉ રેરા ખાતે રજૂ કરવામાં આવતી અરજીઓ પ્રોજેક્ટની અંતિમ તારીખના ત્રણ માસ અગાઉ રજૂ કરવાનું નક્કી કરાયું હતું જેમાં સુધારો કરીને અરજીની સમયમર્યાદા પ્રોજેક્ટની અંતિમ તારીખના એક માસ અગાઉની કરવામાં આવે છે.
ત્યારબાદ રજૂ કરવામાં આવતી અરજીઓમાં વિલંબ બદલ એક મહિનાની અંદર અરજી આવે તો 50 કરોડ સુધીના પ્રોજેક્ટમાં 5 હજારથી લઇને 100 કરોડથી વધુના પ્રોજેક્ટમાં 25 હજાર રૂપિયાની લેટ ફી વસૂલવામાં આવશે. પ્રોજેક્ટની અંતિમ તારીખથી 3 મહિના સુધીના વિલંબ બદલ 15 હજારથી લઇને 50 હજાર, પ્રોજેક્ટની અંતિમ તારીખ બાદના 3થી 6 મહિના સુધી 30 હજારથી 75 હજાર અને પ્રોજેક્ટની અંતિમ તારીખના 6 મહિના બાદ સુઓમોટો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
પ્રોજેક્ટના ઓલ્ટરેશન અંગેની અરજીઓ અગાઉ રીવાઇઝ પ્લાન તારીખથી મહત્તમ એક માસમાં કરવાનો નિયમ હતો જેમાં સુધારો કરીને હવે ત્રણ માસ સુધી અરજી કરી શકાશે. જેમાં વિલંબ બદલ 4 મહિના સુધી 15 હજારથી 50 હજાર, 4થી 6 મહિના સુધી 30 હજારથી 75 હજાર રૂપિયાની લેટ ફી ચૂકવવાની રહેશે. રીવાઇઝ્ડ પ્લાન તારીખના 6 મહિના બાદ સુઓમોટો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
એલોટીઝના હિતમાં સમયગાળો વધારાયો
મોટાભાગની અરજીઓમાં વિલંબ થતો હોવાનું રેરાના ધ્યાને આવ્યું છે. જેથી એલોટીઝ એટલે કે ગ્રાહકોના હિતમાં રેરાં દ્વારા એક્સ્ટેન્શન અને અલ્ટરેશન માટેની અરજી કરવાનો સમયગાળો વધાર્યો છે પરંતુ તેના માટે વિવિધ સમયના તબક્કા અને પ્રોજેક્ટ કોસ્ટ પ્રમાણે લેટ ફી પણ નક્કી કરવામાં આવી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
10 Comments