GovernmentGovtNEWSPROJECTS

જાહેરનામું: ગાંધીનગરના 12, દહેગામના 6 ગામની જમીન ભારતમાલા પ્રોજેક્ટમાં જશે

Announcement: Land of 12 villages of Gandhinagar, 6 villages of Dehgam will go to Bharatmala project

કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ સમગ્ર દેશમાં માર્ગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં થરાદથી અમદાવાદ સુધીના નેશનલ હાઈ-વેનું કામ આગામી સમયે કરાશે. જિલ્લાના 46 ગામમાંથી લગભગ 56 કિલોમીટરના રૂટ માટે જમીન સંપાદનની કામગીરી થવાની છે. ત્યારે સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા દહેગામ અને ગાંધીનગર તાલુકાના ગામનો જનીનના સંપાદન માટે જાહેનામું બહાર પડાયું છે.

જેમાં બંને તાલુકાની 690.67 હેક્ટર જમીનનું સંપાદન થશે, જેના સર્વે નંબર સહિતનું જાહેરનામું બહાર પડ્યું છે. જેમાં દહેગામ તાલુકાના રામનગર, કરોલી, કડાદરા, મોટા જલુન્દ્રા, હાલિસા, દહેગામના ગામ જ્યારે ગાંધીનગર તાલુકાના ચેખલારણી, વડોદરા, ઉનાવા, પીપળજ, મહુધરા, મગોડી, ઈસનપુર મોટા, ગિયોડ, ગલુદણ, દોલારાણા વાસણા, છાલાના સરવે નંબરોની જમીન સંપાદન કરાશે.

બંને તાલુકામાં 37.3 કિલોમીટરનો રસ્તો પસાર થશે. જેમાં સૌથી વધુ છાલા અને પીપળજના 200-200 સરવે નંબરોની જમીન સંપાદન થશે. આ સાથે કડાદરાના 129 સરવે નંબર, ગલુદણના 115, ગિયોડના 117, ઈસનપુર મોટાના 104, ઉનાવાના 106, વડોદરાના 109 સરવે નંબરો સમાવાયા છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close