Civil EngineeringConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development

રાજકોટ એરોસ્પેસની ટ્રેનિંગ અને રિસર્ચનું હબ બનશે, 100 હેક્ટરમાં એવિએશન પાર્ક તૈયાર થશે

Rajkot will become a hub for aerospace training and research, an aviation park will be prepared in 100 hectares.

રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બાદ હવે 100 હેક્ટરમાં એવિએશન પાર્ક બનશે. આ ઉપરાંત એરોસ્પેસની ટ્રેનિંગ અને રિસર્ચનું હબ થશે. તેમ બુધવારે નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું. એવિએશન મ્યુઝિયમમાં ઈતિહાસ, વર્તમાન અને ભવિષ્યને લગતી કામગીરી, દુનિયામાં થતી ટેક્નોલોજીની જાણકારી મળી રહેશે. મ્યુઝિયમ અને એવિએશન પાર્કની કામગીરી અંગે 5 મહિનામાં 10 મુદ્દાનો રિપોર્ટ રજૂ કરવા માટે સૂચના આપી છે.

એવિએશન પાર્ક મારફતે એરોસ્પેસ તાલીમ, સંશોધન, મનોરંજન ઉપરાંત નવા રૂટના વિકાસ માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે સેવા આપવામાં આવે છે. તેમજ લોકોને એવિએશનને લગતી પ્રવૃત્તિઓ વિશે શિક્ષિત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.

એવિએશન પાર્કમાં મ્યુઝિયમ, એરસ્ટ્રિપ, ટ્રેનિંગ સ્કૂલ અને હેલિપેડ સહિતની સુવિધાઓ પૂરી પડાશે. આ એવિએશન પાર્કનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો, પોલિસી મેકર અને બિઝનેસ ઓર્ગેનાઈઝેશનમાં એવિએશન ક્ષેત્રે પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.

આ એવિએશન પાર્ક હેઠળ એરક્રાફ્ટના સ્પેરપાર્ટસના મેન્યુફેક્ચરિંગ, તેના સ્ટોર અને વિતરણ, કાર્ગોના વિકાસ, પાઇલટ, કેબિન ક્રૂ, એન્જિનિયર્સની જરૂરિયાત, ડ્રોન ક્ષેત્રે ઉત્પાદન માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ પૂરી પડાશે. આ એવિએશન પાર્કના વિકાસ માટે નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે.

એવિએશન પાર્કમાં આ પ્રકારની સુવિધા ઊભી થઇ શકે તે માટે ખાસ રિપોર્ટ અને માસ્ટર પ્લાન તૈયાર થશે
1 પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા તેમજ એવિએશનની કામગીરી અંગે હાઈટેક એવિએશન મ્યુઝિયમ બનાવવાની શક્યતાની ચકાસણી.
2 એવિએશન સેઝ બનાવવાની શક્યતા અને તેના માટે લાગુ પડતી કાયદાકીય જોગવાઈની ચકાસણી કરીને રિપોર્ટ રજૂ કરવો.
3 એવિએશનને લગતા ઉત્પાદનોની ચકાસણી અને તે માટે ઉત્પાદન અને વેચાણનો એવિએશન સંબંધિત શક્યતા અહેવાલ.
4 સ્કિલ ડેવલપમેન્ટ માટે તાલીમની વ્યવસ્થા ઊભી કરવી.
5 એવિએશનને લગતા નવા વ્યવસાય અંગેની ચકાસણી અને રિપોર્ટ બનાવવો.
6 એવિએશન પાર્ક પાછળ થનારા અંદાજિત ખર્ચનો રિપોર્ટ અને જરૂરી પુરાવા સાથે જાણકારી આપવી.
7 માર્કેટિંગ અને સંભવિત રોકાણકારો શક્યતા અંગેનો અહેવાલ રજૂ કરવો.
8 મેન્ટેનન્સ, રિપેર અને ઓવરઓલ સર્વિસ અંગે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close