GovernmentGovtNEWSPROJECTS

દેશભરના ટોલબૂથ તોડી પડાશે, કેમેરાથી કપાશે ટોલટેક્સ- નીતિન ગડકરી

Tollbooths across the country will be demolished, tolltax will be deducted with cameras - Nitin Gadkari

કેન્દ્ર સરકાર ભારત નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝાને હટાવવાની યોજના પર આગળ વધી રહી છે. સ્વચાલિત નંબર પ્લેટ રીડર કેમેરાની મદદથી ટોલ વસૂલવામાં આવશે. જેના થકી વાહનની નંબર પ્લેટ જોઈ શકાશે અને વાહન માલિકો દ્વારા લિંક કરવામાં આવેલા બેંક એકાઉન્ટમાંથી ટોલની રકમ કાપી લેવામાં આવશે.

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, આ યોજનાનો એક પાયલોટ પ્રોજેકર ચાલી રહ્યો છે, જેને વધારે સુવિધાજનક બનાવવા માટે કાયદાકીય સંશોધન પણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી ટોલ બૂથ પર ભીડ ઓછી થવાની સંભાવના છે. જો કે આ મહદઅંશે સિસ્ટમ પર નિર્ભર રહેશે. NPR કેમેરા 9 નંબર સુધી જ રીડ કરી શકે છે.

કેમેરા તમારી ગાડીના નંબરની ખાતરી કરશે

ગડકરીએ જણાવ્યું કે, 2019માં અમે એક નિયમ બનાવ્યો હતો કે, કાર કંપની ફિટેડ નંબર પ્લેટ સાથે જ આવશે. છેલ્લા 4 વર્ષમાં જે વાહન આવ્યા છે, તેના પર અલગ-અલગ નંબર પ્લેટ છે. હવે ટોલ પ્લાઝાને હટાવવા અને કેમેરા લગાવવાની યોજના છે. જે આ નંબર પ્લેટની ખાતરી કરશે અને સીધા બેંક એકાઉન્ટમાંથી ટોલની રકમ કાપી નાખવામાં આવશે.

હાલ અમે આ યોજનાના પાયલોટ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છીએ. જો કે મોટી સમસ્યા છે કે નિયમો અંતર્ગત ટોલ પ્લાઝામાં ચૂકવણી ના કરીને ભાગી જનારા વાહન ચાલકોને દંડ ફટકારવા માટે કોઈ જોગવાઈ નથી. આપણે આ જોગવાઈ અંગે કાયદો બનાવવાની જરૂરિયાત છે. અમે એવા કારો માટે એક જોગવાઈ લાવી શકીએ છીએ, જેમાં આવી નંબર પ્લેટ નથી, તેમને એક ચોક્કસ સમયની અંદર નંબર પ્લેટ લગાડવા માટે કહેવામાં આવે. જો કે આ માટે અમારે એક બિલ લાવવાની જરૂરિયાત રહેશે.

ફાસ્ટૈગથી આવ્યું પરિવર્તન

વધુમાં મંત્રીએ જણાવ્યું કે, વર્તમાન સમયમાં લગભગ 40 હજાર કરોડ રૂપિયાના કુલ ટોલ કલેક્શનના લગભગ 97 ટકા ફાસ્ટૈગના માધ્યમથી થાય છે. જ્યારે અન્ય ૩ ટકા ફાસ્ટૈગનો ઉપયોગ નથી કરતા અને ટોલ બૂથ પર વધારે ચૂકવણી કરે છે.

FASTagની સાથે એક ટોલ પ્લાઝાને પસાર કરવામાં પ્રત્યેક વાહનને લગભગ 47 સેકન્ડનો સમય લાગે છે. સરકારી આંકડા અનુસાર, મેન્યુઅલ ટોલ વસૂલવામાં પ્રતિ કલાક 112 વાહનોની સરખામણીમાં ઇલેક્ટ્રોનિક ટોલ ક્લેક્શનના માધ્યમથી પ્રતિ કલાક 260થી વધુ વાહનો સરળતાથી ટોલ બૂથ પસાર કરી શકે છે.

FASTag છતાં કેટલીક અડચણ

FASTagના ઉપયોગે દેશભરના ટોલ પ્લાઝા પર અવરજવર સરળ બનાવી દીધી છે. 16 ફેબ્રુઆરી, 2021થી ફરજિયાત કરવામાં આવેલા ફાસ્ટૈગ સાથે કેટલીક અડચણો પણ આવે છે. અંતરિયાળ વિસ્તારોમાં ટોલ પ્લાઝા પર ઈન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યાના કારણે પ્લાઝાનું સર્વર ઘણી વખત ફાસ્ટૈગ રીડ નથી કરી શકતુ.

કેમેરો 9 નંબર સુધી જ રીડ કરી શકે છે

નંબર પ્લેટ રીડર કેમેરા જેને ઓટોમેટિક નંબર પ્લેટ રીડર (ANPR) કેમેરા તરીકે પણ ઓળખવામાં આવે છે જેના ઉપયોગ થકી ટોલ વસૂલવામાં આવશે. જેનાથી ટોલ પ્લાઝા પર ભીડ ઓછી થવાની સંભાવના છે. જો કે મહદઅંશે સિસ્ટમ પર નિર્ભર રહેવું પડશે. આ કેમેરા 9 નંબર સુધી જ રીડ કરી શકે છે. આથી જેની આગળ કંઈ પણ લખ્યું હશે, તો આ કેમેરા રીડ નહીં કરી શકે. આના ટેસ્ટિંગમાં સામે આવ્યું કે, 10 ટકા વાહનો આ કેમેરાથી બચીને નીકળી શકે છે. આ સિસ્ટમને લાગૂ કર્યા પહેલા આ ખામીને દૂર કરવી જોઈશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.

Show More

Related Articles

Back to top button
Close