Civil EngineeringCivil TechnologyConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development

Olympicsની તાડામાર તૈયારીઓ! બોપલ પાસે એથ્લીટ્સ માટે બનશે હાઈ-ટેક સ્પોર્ટ્સ સેન્ટર

Preparations for the Olympics! A hi-tech sports center for athletes will be built near Bopal

Olympics 2036નું આયોજન અમદાવાદમાં થઈ શકે તે માટેની તાડામાર તૈયારીઓ શરુ થઈ ગઈ છે. શહેરના બોપલ વિસ્તાર નજીક આવેલા મણિપુર-ગોધાવી ખાતે 86194 સ્ક્વેર મીટર જમીન આ બાબતે ફાળવવામાં આવી છે. અહીં હાઈ પર્ફોમન્સ સેન્ટર અને સ્કિલ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યુટની સ્થાપના કરવામાં આવશે. અહીં દેશ-વિદેશના એથ્લીટ્સને પૂરતી સુવિધાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે.

અમદાવાદ- વર્ષ 2036માં થનારી ઓલિમ્પિક સ્પર્ધાઓનું આયોજન અમદાવાદમાં થાય તે માટેના પ્રયત્નો પૂરજોશમાં કરવામાં આવી રહ્યા છે. અને આ જ તૈયારીઓના ભાગરૂપે શહેરી આયોજન સમિતીએ મણિપુર વિસ્તારમાં સંસ્કારધામ સંસ્થાન નજીક 86,194 સ્ક્વેર મીટર જમીન ફાળવી છે. ઉલ્લેખીય છે કે આ જમીનનો ઉપયોગ સ્પોર્ટ્સ માટે હાઈ-પર્ફોમન્સ સેન્ટર(HPC) તેમજ સ્કિલ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યુટ બનાવવા માટે કરવામાં આવશે.

નોંધનીય છે કે હાઈ પર્ફોમન્સ સેન્ટર(HPC) રમતગમતમાં આગળ વધવા માંગતા એથ્લીટ્સ માટે લાભકારક પ્રોજેક્ટ સાબિત થઈ શકે છે. અહીં સ્ટ્રેંથ ટ્રેનિંગ માટે મશીનો, એરોબીકના સાધનો, રોવર્સ અને સ્પિનિંગ બાઈક્સ ઉપલબ્ધ હશે. આટલુ જ નહીં, એથ્લીટ્સના પર્ફોમન્સનું વિશ્લેષણ થાય તેની પણ અહીં સુવિધા મળી રહેશે. આ સિવાય વૈજ્ઞાનિક ટ્રેનિંગ પ્રોગ્રામ, બાયોમિકેનિકલ અસેસમેન્ટ, મેડિકલ અને ક્લિનિકલ સુવિધાઓ, સાયકોલોજીકલ ટેસ્ટિંગ, કાઉન્સિલિંગ માટે નિષ્ણાંતો તેમજ એથ્લીટ્સ માટે સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગના ક્લાસ પણ અહીં હશે.

AUDAના એક વરિષ્ઠ અધિકારી જણાવે છે કે, આ સુવિધાઓ માટે જે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે તે મણિપુર-ગોધાવી ટીવી સ્કીમ 429 અંતર્ગત આવે છે. HPC માટે ચાર પ્લોટ ફાળવવામાં આવ્યા છે, જેની ગણતરી AUDAએ ‘સામાજીક માળખા’(Social Infrastructure) તરીકે કરી છે. આ પ્લોટ પર અન્ય કોઈ પણ પ્રકારના બાંધકામને મંજૂરી આપવામાં નહીં આવે. HPC માટેનો આ પ્રસ્તાવ રાજ્ય સરકારને મોકલી દેવામાં આવ્યો છે અને તેમની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

પ્લાન અનુસાર, આ ચાર પ્લોટ 35,634 સ્ક્વેર મીટર, 14,974 સ્ક્વેર મીટર, 29,850 સ્ક્વેર મીટર અને 5735 સ્કવેર મીટરના છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં AUDA દ્વારા બોપલ નજીક મણિપુર-ગોધાવીમાં 372.1 હેક્ટર જમીન માટે ટીપી સ્કીમ તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટીપી સ્કીમની નોંધણી Knowledge and Institute Zone તરીકે કરવામાં આવી હતી. ડ્રાફ્ટ ટીપી સ્કીમને જાન્યુઆરી, 2017માં મંજૂરી મળી હતી. વર્ષ 2018માં ટીપીઓની નિમણૂકની પ્રક્રિયા સમાપ્ત થઈ હતી અને રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021માં પ્રાથમિક મંજૂરી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, બોપલ નજીક આવેલા મણિપુર અને ગોધાવીમાં ઓલિમ્પિક સ્પોર્ટ્સ વિલેજ તૈયાર કરવા માટે મોટી જમીન ફાળવવામાં આવી છે. લગભગ 200 એકર જમીનનો ઉપયોગ સ્પોર્ટ્સ વિલેજ માટે કરવામાં આવી શકે છે. મોટેરા સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ સિવાય અન્ય સ્પોર્ટ્સને લગતી ઈમારતો ઉભી કરવાની યોજના છે. સ્પોર્ટ્સ વિલેજમાં દેશ અને દુનિયાના વિવિધ એથ્લીટ્સને તમામ સુવિધાઓ મળી રહે તે પ્રકારનું આયોજન કરવાની યોજના બનાવવામાં આવી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- આઈ એમ ગુજરાત.

Show More

Related Articles

Back to top button
Close