વડાપ્રધાન મોદી 27 અને 28 ઓગસ્ટ એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે
Prime Minister Modi will visit Gujarat for two days on August 27 and 28
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૭ અને ૨૮ ઓગસ્ટ એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ વખતે શનિવાર અને રવિવારના રોકાણ દરમિયાન તેઓ કચ્છના ભૂજમાં વિવિધ પ્રોજેક્ટના લોકાપર્ણ અને ખાતમૂર્હતના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ મુલાકાત દરમિયાન ભૂજમાં તેમના સ્વાગત માટે પોણા ત્રણ કિલોમીટરના રોડ- શોનું પણ આયોજન થઈ રહ્યુ છે.
બે દિવસના રોકાણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ખાદી વસ્ત્રના પ્રોત્સાહન માટે આયોજીત ચરખા કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહશે. તદ્ઉપરાંત ભારત સરકાર દ્વારા મહાત્મા મંદિરમાં અન્ય એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવી રહ્યુ છે. કોવિડ-૧૯ની મહામારી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર કચ્છની મુલાકાતે આવી છે. આ નિમિત્તે સ્થાનિક વહિવટી તંત્ર તરફથી પોણા ત્રણેક કિલોમીટર લાંબા રોડ- શોનું આયોજન કરવામાં આવ્યુ છે. ૨૮ ઓગસ્ટને રવિવારે તેઓ કચ્છમાં ભૂકંપગ્રસ્તોની યાદમાં ૧૦ વર્ષથી તૈયાર કરવામાં આવી રહેલા સ્મૃતિવનનુ લોકાર્પણ કરશે. તદ્ઉપરાંત કચ્છની સરહદ ડેરી દ્વારા રૂપિયા ૧૯૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું પણ વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આ ડેરીનો નવો પ્લાન્ટ અંજાર પાસેના ચાંદ્રણી ગામે તૈયાર કરવામાં આવ્યો છે. ૨૬ એકરમાં ઉભા થયેલા પ્લાન્ટની ક્ષમતા બેથી ચાર લાખ દૂધ પ્રોસેસિંગ અને પેકેજિંગની છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.
15 Comments