બુલેટ ટ્રેનના રૂટમાં સૌપ્રથમ 1 કિમીનો વાયાડક્ટ તૈયાર
First 1 km viaduct on bullet train route ready
સુરત-નવસારી વચ્ચે અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પ્રથમ 1 કિલોમીટર લાંબો વાયડક્ટ (ઊંચો બ્રિજ કે જેના પર ટ્રેક બિછાવાશે) પૂર્ણ થઈ ગયો છે. આ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ગયા વર્ષે જુલાઈમાં શરૂ થયું હતું. વાયાડક્ટ પણ 1 વર્ષમાં પૂર્ણ થયું હતું. આ વાયડક્ટ સુરત-નવસારી વચ્ચે નસીલપુર ગામમાં બનાવાયું હતું. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે તેને પ્રોજેક્ટનો માઈલસ્ટોન ગણાવ્યો હતો.
508 કિમી લાંબા આ કોરિડોરના 162 કિમીના રૂટ પર પાઇલિંગનું કામ, જ્યારે 79.2 કિમીના રૂટ પર પિલર ઉભા કરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. 51 સેગમેન્ટ ગર્ડરનું લોન્ચિંગ થઇ ચૂક્યું છે. 229 સેગમેન્ટ ગર્ડરનું કાસ્ટિંગ થઈ ચૂક્યું છે જેને ટૂંક સમયમાં લોન્ચ કરાશે. હવે સ્ટાન્ડર્ડ ગેજ રેલ ટ્રેક નાખવાની તૈયારી ચાલી રહી છે.
162 કિલોમીટરના રૂટનું પાઇલિંગ કામ પૂર્ણ
બુલેટ ટ્રેન કોરિડોર મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, પાલઘર અને ગુજરાતમાં નવસારી, ભરૂચ, સુરત, વાપી, વલસાડ, વડોદરા, આણંદ અને અમદાવાદમાંથી પસાર થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 1.08 લાખ કરોડ રૂપિયા છે. રેલવે મંત્રાલય આ પ્રોજેક્ટ પર સતત નજર રાખી રહ્યું છે. મંત્રાલયે કહ્યું હતું કે બુલેટ ટ્રેનનું કામ કોઈપણ અવરોધ વિના ઝડપથી આગળ વધી રહ્યું છે. 162 કિમીના રૂટનું કામ કરવામાં આવ્યું છે. જેમાં લગભગ 80 કિમીના રૂટ પર પિલર બનાવવામાં આવ્યો છે. આ સાથે 1 કિમી વાયાડક્ટ પણ બનાવવામાં આવી ચૂક્યું છે.
બુલેટ ટ્રેનની ટ્રાયલ વર્ષ 2026માં થશે
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન (NHSRCL) ના અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટનો સૌથી લાંબો ભાગ પેકેજ C-4 છે, જે વાપી સુરત અને વડોદરા વચ્ચે 237 કિમી છે. જે પ્રોજેક્ટણો 46 ટકા ભાગ છે.નવસારીથી સુરત વચ્ચે સેગમેન્ટ લોન્ચિંગનું કામ ચાલી રહ્યું છે. અહીં એક કિમી વાયાડક્ટ સિવાય કુલ 51 સેગમેન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. 229 સેગમેન્ટ ગર્ડરનું કાસ્ટિંગ કરવામાં આવ્યું છે. બુલેટ ટ્રેનની ટ્રાયલ વર્ષ 2026માં થવાની છે, જે સુરતથી બીલીમોરા વચ્ચે થવાની છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
5 Comments