અમદાવાદમાં થલતેજ પાસે મેટ્રોના પિલરના સ્ટીલ સ્ટ્રક્ચરનો એક ભાગ નમી ગયો
A portion of the steel structure of a metro pillar collapsed near Thaltej in Ahmedabad

થલતેજ ગામમાં મેટ્રો માટે નિર્માણ થઈ રહેલા બ્રિજના એક પિલર માટે બનાવવામાં આવેલું લોખંડનું સ્ટ્રક્ચર ઝાડની જેમ નમી ગયું હતું. એક પ્રત્યક્ષર્શીના જણાવ્યા અનુસાર સળિયાના તમામ સ્ટ્રક્ચર સેફ્ટી સાથે બંધાયેલા છે. પરંતુ નમી ગયેલા લોખંડના સ્ટ્રક્ચરને તારથી બાંધી એક છેડો પથ્થર સાથે બાંધી દેવાયો હતો. જો કે, છોટા હાથી નામની એક મિની ટ્રક ત્યાંથી પસાર થઈ ત્યારે તેની ટક્કર વાગતા પથ્થર સાથે બાંધેલો તાર તૂટી ગયો હતો અને સ્ટ્રક્ચર બાજુની બિલ્ડિંગ પર નમી ગયું હતું. જો કે,આ બિલ્ડિંગ સંપાદિત છે અને ત્યાં કોઈ રહેતું નથી. બિલ્ડિંગની બારીઓના કાચ તૂટી ગયા હતા પણ કોઈને ઈજા થઈ નથી.
સ્ટ્રક્ચરને સ્થિર રાખવા ક્રેનની મદદ લેવી પડે
સળિયાનું સ્ટ્રક્ચર સેલ્ફ સસ્ટેઈન હોતું નથી, તેને સ્થિર રાખવા ક્રેનનો સહારો લેવો પડે. થલતેજની ઘટના હ્યુમ એરર કહી શકાય છે. સ્ટ્રક્ચરને ક્રેનનો સપોર્ટ હોત તો નમી પડ્યું ન હોત. – ડો. દેવાંશુ પંડી, બાંધકામ નિષ્ણાત
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સમાચાર.
11 Comments