ગતિશક્તિ યુનિટ રૂ 110 કરોડના ખર્ચે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું સેટેલાઇટ તરીકે નવનિર્માણ કરશે
Gatishakti unit to makeover Pratapnagar railway station as satellite at a cost of Rs 110 crore
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં ટ્રાન્સપોર્ટેશન માટે ગતિ શક્તિ મોડયુલ ઉપર નવા કોન્સેપ્ટ ઉપર કામ કરવામાં આવી રહ્યું છે. રેલ્વે યુનિવર્સિટી બાદ દેશના તમામ શહેરોમાં રેલ્વે સ્ટેશનોને કેન્દ્રમાં રાખી તેની સાથે લોકલ બસ ડેપો, મેટ્રો, લોકલ ટ્રેન, એરપોર્ટ, બંદરોને કનેક્ટ કરવામાં આવશે. જેનાથી પરિવહનના તમામ આયામો એક સાથે જોડાશે અને ઝડપથી પરિવહન થઇ શકશે. આ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર રીડેવલોપમેન્ટની તમામ કામગીરી ગતિ શક્તિ યુનિટ કરશે. ત્યારે વડોદરાના પ્રતાપનગર રેલવે સ્ટેશનને સેટેલાઇટ રેલવે સ્ટેશન તરિકે ગતિશક્તિ યુનિટ વિકસાવશે.
આ અંગે વડોદરા રેલવેના ડીઆરએમે માહિતી આપતાં જણાવ્યુ હતું કે, આ કામગીરી માટે હેડક્વાર્ટર દ્વારા યુનિટ હેડ તરિકે ચીફ એન્જિનિયર મુકેશકુમારની નિમણૂંક કરાઇ છે. ગતિ શક્તિ યુનિટ દ્વારા સ્ટેશનરી ડેવલોપમેન્ટની કામગીરીની જાહેરાત કરવામાં આવી છે ત્યારે વડોદરાનું પ્રથમ કામ પ્રતાપ નગર રેલવે સ્ટેશનને સેટેલાઈટ રેલવે સ્ટેશન તરીકે ડેવલોપ કરવાનું આ યુનિટ દ્વારા કરવામાં આવશે. 110 કરોડ રૂપિયાના પ્રતાપ નગર સ્ટેશનના પ્રોજેક્ટમાં વધુ નાણાંની જરૂર પડી શકે છે તેમ સાંસદે જાહેરાત કરી છે. સિવિલ વિભાગે અત્યારે કામગીરી સંભાળી છે.
ઇલેક્ટ્રિફિકેશન, લાઇન રેલવે બનાવશે
ગતિ શક્તિ યુનિટમાં ઇલેક્ટ્રીફીકેશન અને નવી લાઈનના કામ રેલવે જ કરશે. હેડ ક્વાર્ટરે આ યુનિટ માટે અધિકારીની નિમણૂક કરી છે તે મારા અંડરમાં કામ કરશે > અમિતકુમાર ગુપ્તા, DRM
વડોદરા ડિવિઝનમાં કયાં કામ થઈ શકે?
- એકતા નગરના રૂટ ઉપર નવા સ્ટેશનો બનાવાશે
- વડોદરામાં મેટ્રોની કનેક્ટિવિટી અને ફિઝિબિલિટી
- અટલાદરા પાસે રેલ્વે સ્ટેશન માટે ઓવર બ્રિજ
- જયાપુરી સ્ટેશન પર ઓવરબ્રિજ અને લીફ્ટ
- પ્રતાપનગર સ્ટેશનનું રી ડેવલોપમેન્ટ
- મકરપુરા, વિશ્વામિત્રી જેવા સ્ટેશન નું ડેવલપમેન્ટ
PMO દ્વારા પરિવહનના આયામો એકતંત્ર કરવા ‘ગતિ શક્તિ યુનિટ’ કાર્યરત કરાયાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં ટ્રાન્સપોર્ટેશન માટે ગતિ શક્તિ મોડયુલ ઉપર નવા કોન્સેપ્ટ ઉપર કામ થઇ રહ્યું છે. દેશના 24 ડિવિઝનમાં આ યુનિટ કાર્યરત કરાયા છે. પ્રથમ વખત પ્રિન્સિપલ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ગતિ શક્તિ પ્રોજેક્ટ ઓલ ઇન્ડિયાની નવી પોસ્ટ બનાવાઇ છે. આ યુનિટમાં ચીફપ્રોજેક્ટ મેનેજર, ઈલેક્ટ્રીક વિભાગનું કામ કરશે. દરેક ઝોનના જી.એમ.ના અંડરમાં ડીઆરએમ અથવા એડીઆરએમની ચીફ પ્રોજેક્ટ મેનેજર તરીકે નિમણૂક કરાઇ છે. 27 જુલાઈની ગાઈડલાઈન મુજબ બીલાસપુર, દિલ્હી, ખુરદાસ રોડ, બેંગ્લોર, આગરા ડિવિઝનમાં આ કામગીરીનો પ્રારંભ થશે. સ્ટેશન ડેવલોપમેન્ટથી લઈ આ કનેક્ટિવિટી માટેની તમામ જરૂરિયાતો અને ફિઝિબિલિટી ચેક કરવાનું અને તેને પરિપૂર્ણ કરવાનું કામ આ યુનિટો કરશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
11 Comments