ConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development

મુખ્યમંત્રીના હસ્તે ઝાલોદમાં રૂ.1 હજાર કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

lay foundation and inauguration of Rs 1 thousand crore works in Jhalod by Chief Minister

ગુજરાતમાં આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાહોદના ઝાલોદમાં હતા. તેમાં ઝાલોદમાં આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આદિવાસી દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

3.6 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યું

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 1 હજાર કરોડના ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. તથા વન અધિકાર અધિનિયમ અંતર્ગત 11000 અધિકારપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સિકલ સેલના 6000 દર્દીઓ માટે 3.6 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઝાલોદમા મુખ્યમંત્રી 1 હજાર કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કર્યું હતું. જેમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, સાંસદ જસવંતસિંહ ભાભોર હાજર રહ્યાં હતા.

વન અધિકાર અધિનિયમ અંતર્ગત 11000 અધિકારપત્રોનું વિતરણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 7500 આવાસ માટે 90 કરોડના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. તથા 12 લાખ વિધાર્થીઓના ગણવેશ અને શિષ્યવૃતિ માટે 160 કરોડની સહાય આપવામાં આવી હતા. જેમાં 2500 લોકોને દુધાળા પશુઓનો લાભ અને 2 હજાર ખેડૂતોને ખેડૂતલક્ષી વિવિધ યોજાનાઓનો લાભ આપવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.

Show More

Related Articles

Back to top button
Close