NEWS
મક્તુપુર ગામમાં અનંતા પ્રોકોન દ્વારા વતન પ્રેમ યોજના અંતર્ગત 80 લાખના ખર્ચે ગ્રામ પંચાયતના નવિન ભવનનું નિર્માંણ, ગ્રામીણ વિકાસનું ઉત્તમ ઉદાહરણ
Construction of a new Gram Panchayat building at a cost of 80 lakhs under Watan Prem Yojana by Ananta Procon in Maktupur village is a great example of rural development.
આજે મક્તુપુર ખાતે રાષ્ટ્રીય સંત અને પદ્મશ્રી સ્વામી સચ્ચિદાનંદ મહારાજના વરદ હસ્તે મક્તુપુર ગ્રામ પંચાયતનું નવિન ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, સાથે સાથે મેનાબા ફિજીયોથેરાપી સેન્ટરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મૂળ મક્તુપુરની અને ભારતભરમાં કામ કરનાર અનંતા પ્રોકોન LLP અંર્તગત ચાલતા શ્રીમતી મેનાબેન કાનજીભાઈ પટેલ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા CSR ફંડથી અંદાજીત 80 લાખ રુપિયામાં આ ભવનનું નિર્માંણ કરવામાં આવ્યું છે.
આ ભવનનું નામ અમથાબા ભવન અપાયું છે. રાજ્ય સરકારની વતન પ્રેમ યોજના અંતર્ગત આ સમગ્ર જનકલ્યાણનું નિર્માંણકાર્ય કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આવા જનકલ્યાણના કામો કરી અને ગ્રામીણ વિકાસ કરવાની એક તક મળી તેનો અમને આનંદ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
11 Comments